હાર્દિકે કહ્યું ડરવાનો નથી, કોંગ્રેસ ઘાંઘી થઈ, તો ભાજપે કહ્યું કે..વિવિધ પ્રતિક્રિયાઓ

અમદાવાદઃ હાર્દિકના કોંગ્રેસનો ખેસ પહેરતી વખતે નક્કી હતું કે તે મનગમતી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા લાલ જાજમ બિછાવી દેવાશે. જોકે હાલપૂરતાં તો હાર્દિક ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને પગલે લોકસભા ચૂંટણી લડી શકે તેવા સંજોગો ધૂંધળા થઈ ગયાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા

યુવાઓનું નેતૃત્વ કરનાર હાર્દિકે ચૂંટણી લડી શકે તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી

હાર્દિક ચૂંટણી લડશે તો સરકારને ફટકો પડશે

ભાજપ ડરી ગઈ છે સંઘર્ષ કરતાં યુવાનને લડતાં અટકાવવા માટે તમામ પ્રયાસો કર્યા

પાટીદાર આંદોલનના કારણે ભાજપની જનવિરોધી નીતિનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો

હાર્દિક કોંગ્રેસનો પ્રચાર કરશે

જરુરી જે કાંઈ કાયદાકીય પ્રક્રિયાઓ હશે તેનો સહારો લેવામાં આવશે

હાર્દિકને ચૂંટણી લડવા રોકવા માગતાં હતાં તેમાં તેઓ સફળ થયાં છે..

હાર્દિક હવે આગામી દિવસોમાં પ્રચાર કરશે અને ભાજપની જનવિરોધી નીતિઓને લોકો સમક્ષ લઈ જશે

 

તો સ્વયં હાર્દિક પટેલે દેશ સમક્ષ પોતાની વાત કહેવા હિન્દીમાં આ ટ્વીટ કરીને વ્યક્ત કરી હતી…

હાર્દિક પટેલેની ચૂંટણી લડવા મામલે કોર્ટમાં સફળ નીવડેલી રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ તરફથી પણ પ્રતિક્રિયા આવી હતી. જેમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીએ કહ્યું કે…

મનસુખ માડવીયા…

હાર્દિક પટેલ ચૂંટણી લડે કે ના લડે તે કોંગ્રેસનો વિષય છે…

હાર્દિક પટેલને ચૂંટણી લડતાં ભાજપ નથી રોકી રહી….

આ કાયદાકીય નિર્ણય છે તેમાં ભાજપ ક્યાંય લેવાદેવા નથી…

ભાજપ ગુજરાતમાંથી 26 સીટો જીતશે…

કોર્ટના નિર્ણયમાં કોઈ ટીકાટિપ્પણી કરવા માગતાં નથી…

કૉંગ્રેસ કોર્ટના નિર્ણય અને કાયદાનું અપમાન કરી રહી છે…

હાર્દિકની પાછળ રહી કૉંગ્રેસ ચૂંટણી લડવા માગે છે…

 

તો હાર્દિકના એકસમયના સાથીદાર વરુણ પટેલે આ મામલે ભારે અફસોસ જતાવ્યો હતો.  વરુણે માધ્યમો સાથેની વાતચીતમાં કહ્યું કે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે તેવું જાણીને ખૂબ અફસોસ થયો છે કેમ કે..

હાર્દિક પટેલ અંગે વરુણ પટેલની પ્રતિક્રિયા

મારા માટે બહુ દુઃખની વાત છે..

તે ચૂંટણી લડ્યો હોત તો ખબર પડી હોત કે કેટલા પાણીમાં છે…

ચૂંટણી તે જીતવાનો જ ન હતો..

જે જજમેન્ટ આવ્યું તે તેના કરેલાં કર્મોનું ફળ છે…

2017માં તેને પાર્ટીમાંથી પગાર મળતો હતો.

ગધેડા એ સિંહનું મોહરુ પહેર્યું તે ઉતરી ગયું..

ફરી તે હવે ભાજપ સામે બફાટ કરશે અને દુકાન ચલાવશે..