ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની માગણી, રથ જપ્ત કરનાર અધિકારી સામે પગલાં લો…

0
2107

ઊંઝા– હિંમતનગર પાસે રવિવારે પાટીદારો કાઢવામાં આવેલ એક રેલીમાં પોલિસે કરેલા હળવા લાઠીચાર્જના બનાવને આજે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વખોડાયું હતું. હાર્દિક પટેલને સમર્થન આપવા યોજાયેલી રેલી મંજૂરી ન આપવા છતાં યોજાઈ હતી. જેમાં ઊમિયા માતાજીનો રથ પણ શામેલ કરવામાં આવેલો હતો. જેનો પોલિસે ડીટેઈન કરી લેતાં આકરી ટીકા કરવામાં આવી હતી.

આ બનાવને લઈ લાલઘૂમ પાટીદાર સમાજે સરકારને ઉમિયામાતા સંસ્થાન ઊંઝા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે પાટીદાર સમાજની વિશ્વફલક પર સંગઠિત શક્તિને ઓછી ન આંકવામાં આવે. ઉમિયા માતાજી સંસ્થાને માગણી કરી હતી કે સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલાં લે નહીં તો ધાર્મિક સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે.

રવિવારે થયેલી ઘટનાની તસવીરો…