બે અબોલની સંવેદનાઃ સરસપુરના દિવ્યાંગ તરુણની અનોખી દોસ્તી

અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં નાની સાવલી વાડમાં રહેતા 16 વર્ષના એક દિવ્યાંગ તરૂણને એક મહિનાથી અનોખા મીત્રો મળી ગયા છે. કહેવાય છે કે લાગણીઓ અને પ્રેમ એ ભાષાના મહોતાજ નથી. આ તો અનુભવની વસ્તુ છે. શબ્દોથી જ પ્રેમ અને લાગણી વ્યક્ત થાય તે જરૂરી નથી હોતું કારણ કે આ તો અનુભૂતિની વાત છે. એક દિવ્યાંગ કે જે બોલી અને સાંભળી શકતો નથી પરંતુ તેનામાં સંવેદના અપાર છે.

વાત છે અમદાવાદમાં રહેતા દિવ્યાંગ અક્ષય ગજ્જરની. ઘરના આંગણે, ગેલરીમાં અને અગાશી પર દોડા-દોડકરતા ખિસકોલી જેવા અબોલ અને નાજુક જીવના દુશ્મન  ઘાતકી પશુ-પંખી  ઘણાં હોય છે. આવુ જ કંઇક અક્ષયભાઇના આંગણે બન્યું,  એક વાર કાગડાં જેવા ચાલાક પક્ષીની ચૂંગાલ માંથી બચી ખિસકોલી અક્ષયભાઇના ખોળામાં આવી ને બેસી ગઇ. ખિસકોલીનો જીવતો બચી ગયો, ત્યારબાદ અક્ષયભાઇની કાયમી દોસ્ત બની ગઇ. ખિસકોલીઓ કાયમ માટે એના ખોળા અને ખભા પર રમતી થઇ ગઇ. આમેય અક્ષયને પશુ-પંખીઓ પ્રત્યે ભારે સંવેદના હોવાથી એમની માવજત કરતાં જ રહે છે. તસવીરમાં અક્ષય ગજ્જર સાથે મુક્ત મને રમતી ખિસકોલીઓની છે.તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ