ભગવતીકુમારના નિધનથી પડી ‘અડધા અક્ષરની ખોટ’, સીએમે દિલસોજી પાઠવી

0
1756

ગાંધીનગર-આજે શિક્ષકદિન છે અને જીવનઘડતરમાં જેમના પ્રદાનની નોંધ લેવામાં આવતી હોય છે ત્યારે જ ગુજરાતીઓએ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર, પત્રકાર એવાં ભગવતીકુમાર શર્માને ગુમાવવા પડ્યાં છે. તેમનું સૂરતમાં નિધન થયું છે.મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ ભગવતીકુમાર શર્માના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી સદ્દગતને શ્રધાંજલિ પાઠવી છે. મુખ્યપ્રધાને પોતાની ભાવાંજલિ અર્પણ કરતાં કહ્યું કે ભગવતીકુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકારત્વને ન પુરાય તેવી ખોટ પડી છે.

ઉલ્લેખનીય છેકે ભગવતીકુમાર શર્માનું પોતાના કટાર લેખન અને રચનાઓથી બહુવિધ વિષયોને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં પ્રદાન સદા કાળ આપણને યાદ રહેશે.

શબ્દાંજલિ….