ગુજરાતમાં 15 એપ્રિલથી ફરી શરુ થશે ટ્રાફિક ઈ-મેમો, તંત્ર સુસજ્જ

ગાંધીનગર– ગુજરાતના મોટાભાગના શહેરોમાં સુચારુ ટ્રાફિકને લઇને તંત્ર તંગ સ્થિતિમાં રહે છે. ત્યારે નિયમભંગ કરનારા વાહનચાલકોને શિસ્ત શીખવવા ઇ મેમો આપવાનું શરુ કરાયું હતું જે અમુક મુશ્કેલીઓને લઇને થોડો સમય મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ સીસ્ટમ ફરીથી શરુ થવા જઇ રહી છે. આગામી 15 એપ્રિલથી ઇ-ચાલાન સીસ્ટમ ફરી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને ઇ-ચલન મારફત ઇ-મેમો આપવામાંથી મુક્તિ આપવાનો જનહિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

સરકારે સી.એસ.આઇ.ટી.એમ.એસ., સ્માર્ટ સીટી અને પીપીપી ધોરણે સીસીટીવીના પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવ્યાો છે. આ શૃંખલામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ  ટૂંકસમયમાં પૂર્ણ થશે. સીસીટીવીના ફુટેજના આધારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટિક/મેન્યુઅલ ઇ-ચલન જનરેટ કરીને ટ્રાફિકનો ભંગ કરનાર નાગરિકના ઘરે તેમના સરનામે મેમો મોકલી આપવામાં આવે છે. પરંતુ આ કેટલીક ટેક્નિકલ ક્ષતિના કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઇ-મેમો નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે એવી રજૂઆત સરકારને મળતાં થોડો સમય ઇ-ચાલાન બંધ કર્યું હતું.