US એફડીએના ઓબ્ઝર્વેશન્સ પછી ગુજરાતની ટોરેન્ટ ફાર્મા ગબડી

અમદાવાદ-  અમેરિકા એફ.ડી.એ.ના ઓબ્ઝર્વેશન્સ પછી ગુજરાતની જાણીતી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માના શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો કડાકો આવ્યો હતો. કંપનીના ગુજરાતના દહેજ પ્લાન્ટમાં ઉત્પાદન ગુણવત્તા બાબતે અમેરિકી સ્વાસ્થ્ય સંચાલક સંસ્થાએ પાંચ ઓબ્ઝર્વેશનન્સ મોકલ્યાં હતાં.

અહેવાલ પ્રમાણે ક્વોલિટી કન્ટ્રોલ ડૉક્યુમેન્ટ, સ્ટેબિલિટી સ્ટડી રિપોર્ટ્સ, સેમ્પલિંગ ડિટેઈલ્સ, સેમ્પલિંગ ઈન્શ્યોરન્સ રેકોર્ડ વગેરે બાબતે કંપનીના સ્ટાન્ડર્સ પ્રમાણે તકેદારી રાખવામાં ન આવી હોવાનું આ ઓબ્ઝર્વેશન્સમાં બહાર આવ્યું હતું.

ટોરેન્ટ કંપનીની અમેરિકાથી થતી 25 ટકા જેટલી આવક દહેજ પ્લાન્ટ પર આધારિત છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(એફ.ડી.એ) દ્વારા 11થી 19 માર્ચ દરમિયાન પ્લાન્ટનું ઈન્સેપક્શન કર્યા પછી આ ઓબ્ઝર્વેશન્સ બહાર પાડવામાં આવ્યા હતાં.

અગાઉ 2017માં પણ એફડીએ દ્વારા અપાયેલું સૂચન પાળવામાં પણ કંપની નિષ્ફળ ગઈ છે એટલે એફ.ડી.એ. તરફથી કંપનીને હવે વોર્નિંગ લેટર મળી શકે છે. ઓબ્ઝર્વેશ બહાર પડ્યા પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કંપનીના સ્ટોક 3.6 ટકા ગબડ્યા હતાં.