વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, રાજ્યભરના 5 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે 9:30 કલાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, અહીંયાથી તેઓ હેલિકોપ્ટર દ્વારા વલસાડ આવ્યા હતા. વલસાડમાં 12 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો પતાવીને તેઓ જુનાગઢ જવા રવાના થયા હતા.

જૂનાગઢમાં પોતાનો કાર્યક્રમ પતાવીને વડાપ્રધાન સીધા જ ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 3 કલાકે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી FSLના પદવીદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. FSLનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સાથે ભાજપના નેતાઓ એક બેઠક કરશે, અને ત્યારબાદ રાત્રિ ભોજન બાદ 8.30 વાગે PM દિલ્હી જવા રવાના થશે.

જૂનાગઢ ખાતે વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. જૂનાગઢની આ સિવિલ હોસ્પિટલ 600 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં 700 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદી વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ આવાસનું લોકાર્પણ કરશે. જ્યારે જૂનાગઢમાં પશુપાલન હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અને ગાંધીનગરમાં એફએસએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ ત્રણેય કાર્યકમની અગલ અલગ અધિકારીઓ અને પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ ભારે વરસાદને કારણે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો હતો.

આજના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવા ડિનર ડિપ્લોમસી યોજાશે. તે વખતે લોકસભા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે પરામર્શ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આગામી સમયમાં 2019ની લોકસભાની ચૂંટણી યોજાનાર છે.

ગાંધીનગરમાં FSLના કાર્યક્રમ બાદ મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ હાજરી આપશે. બાદમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ અને એલ.કે.અડવાણી પણ હાજર રહેશે.

PM મોદી 23 ઓગસ્ટની મુલાકાતનો કાર્યક્રમ

 

નવી દિલ્હીથી 10.15 કલાકે સૂરત એરપોર્ટ પર આગમન

10.55 કલાકે વલસાડ પહોંચી 11 વાગે જૂજવા પહોંચશે

બપોરે ૧૨.૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે

૨.૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે

સાંજે ૬.૦૦ કલાકે ગાંધીનગર ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ

સાંજે ૭.૩૦ વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિતિ

૮.૩૦ કલાકે અમદાવાદ જવા રવાના થશે

રાત્રે ૯.૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી પરત