આગામી બેત્રણ દિવસમાં ખેડૂતોને બાકી લેણાં ચૂકવવામાં આવશેઃ કૃષિવિભાગ

ગાંધીનગર– કૃષિ વિભાગના અધિક મુખ્ય સચીવ સંજય પ્રસાદે જણાવ્યું છે કે, ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે વિવિધ ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદી કરી છે, તે પેટે વેચાણની રકમ માટે રાજ્ય સરકારે રુપિયા 453 કરોડ મંજૂર કર્યા છે. જે આગામી બે-ત્રણ દિવસમાં ખેડૂતોને ચૂકવી દેવાશે.સંજય પ્રસાદે ઉમેર્યુ કે, ખેડૂતો પાસેથી ચણા, રાયડા, તુવેર સહિતની જે ખરીદી થઇ રહી છે તેની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા નાફેડને કરવામાં આવે છે, પરંતુ કેટલાક કારણોસર ચૂકવણીમાં મોડુ થઇ રહ્યું છે ત્યારે રાજ્યના ખેડૂતોને સમયસર પૈસા મળી રહે તે માટે રૂા.૪૫૩ કરોડનું ચૂકવણું રાજ્ય સરકારના ફંડમાંથી કરવવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ખરીદી માટે નાણાં જ્યારે મળશે ત્યારે રાજ્ય સરકારને આ નાણા સરભર કરવામાં આવશે.