અંબાજીઃ તળેટીમાં ગબ્બર આરતીદર્શન માટે એલઈડી સ્ક્રીન મૂકાશે, સરક્યૂલર રુટ શરુ કરાશે

અંબાજી-ગુજરાતની પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દિવસરાત ભક્તોનો પ્રવાહ રહે છે ત્યારે નાગરિક સુવિધાઓ વધારવી સમયની માગ બની ગઇ છે. જેને લઇને યાત્રાધામ વિભાગ પ્રયત્ન કરતો રહે છે. યાત્રાધામ વિકાસપ્રધાન વિભાવરીબહેન દવેએ અંબાજીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં યાત્રાળુઓની સગવડ વધારવા નિર્ણય લેવાયાં હતાં.બેઠકમાં ખાસ કરીને જિલ્લામાં વિકાસનો દર ઊંચો આવે તેમ જ અંબાજી આવતાં ગુજરાતના તથા ગુજરાત બહારના યાત્રિકોને કોઇ અગવડ ન પડે તેવા વિષયોને લઇ વિસ્તૃર્ત ચર્ચાઓ કરાઇ હતી. ખાસ કરીને ટ્રાફિક સમસ્યા હલ કરવા બાયપાસ રસ્તાની જોગવાઇ, તથા અંબાજીના જોવાલાયક ધાર્મિક સ્થળો માટે સર્ક્યુલર રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ ગબ્બરગઢ ઉપર થતી આરતી-દર્શન નીચે તળેટીમાંથી જ કરી શકાય તે માટે એલઇડી સ્ક્રીન મૂકવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો છે.મંદિર પરિસરમાં સફાઇ સહિત અન્ય જાહેર તહેવારો દરમિયાન પ્લાસ્ટિક પ્રદૂષણ ન ફેલાય તેની કાળજી  લેવાશે. અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પાણીના પાઉચ ન મળે તે માટે પણ નિર્ણય લેવાયો છે.

ચિરાગ અગ્રવાલ, અંબાજી