સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટનો આદેશ, હાઈપાવર કમિટી રીપોર્ટ રજૂ કરે

અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટે ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા માટે હાઈપાવર કમિટીની રચના કરવાનું કહ્યું છે. હાઈ પાવર કમિટીમાં રાજ્ય સરકાર, પ્રજા અને નિષ્ણાતો સહિતના લોકો ચર્ચાવિચારણા કરીને રીપોર્ટ તૈયાર કરે. આ કેસની વધુ સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

ગુજરાત હાઈકોર્ટે સૂચન કર્યું છે કે સિંહાનો ટ્રેન નીચે કપાઈ જવાથી, વીજળીનો કરંટ લાગવાથી અને ખુલ્લા કૂવામાં પડી જવાથી મોત થાય છે, તેને કઈ રીતે અટકાવી શકાય, એ બાબતે હાઈ પાવર કમિટી નિષ્ણાતો અને પ્રજા પાસેથી સુચનો મેળવે અને રીપોર્ટ તૈયાર કરીને સબમીટ કરે. તેમજ હાઈકોર્ટે કહ્યું થે કે કોર્ટ મિત્ર સ્થળ પર જઈને તપાસ અહેવાલ તૈયાર કરે, અસરગ્રસ્ત વિસ્તારોમાં રેલવે કોરિડોર બનાવવા પણ રેલવે વિભાગને ભલામણ કરી છે.

ગીરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોના મોત બાબતે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા હાઈકોર્ટમાં સોંગંદનામા દ્વારા જવાબ રજૂ કર્યો હતો, જેમાં ટ્રેનની અડફેટે સિંહોના મોત થતાં હોવાની વાત સ્વીકારી હતી, અને રેલવે વિભાગે સોગંદનામામાં જણાવ્યું છે. ગીરમાં આવનજાવન દરમ્યાન ઈમરજન્સી બ્રેકનો ઉપયોગ કરવાની પણ છૂટ આપી છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થથી ટ્રેન 45 કિલોમીટરથી ઉપરની ગતિએ ન ચલાવવા પણ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે.

હવે હાઈ પાવર કમિટી યોગ્ય તપાસ કરીને રીપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે જણાવ્યું છે.