રાજ્યપાલ બોલ્યાંઃ શિક્ષિત યુવાનોને નથી મળતી નોકરી, ચિંતાજનક

0
2116

ગાંધીનગર– મહાત્મા મંદિરમાં યોજાયેલ જીટીયુના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ ઓ. પી. કોહલીએ શિક્ષિત યુવાનો અને બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજ્યપાલ કોહલીએ કહ્યું હતું કે ભણતર પછી નોકરી ન મળે તે ચિંતાનો વિષય છે, આ સ્થિતિ એલાર્મિંગ છે, યુવાનોને ભણતર અને ઉચ્ચ શિક્ષણ પછી પણ રોજગારી સુનિશ્વિત નથી. વિશ્વ વિદ્યાલયોએ આ મામલે ચિંતા કરવાની જરૂર છે. યુવાનોમાં ફેલાયેલા અસંતોષ મામલે વિચાર કરવાની જરૂર છે.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ કહ્યું હતું કે શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય, શહેર અને ગામડામાં સમાન વિકાસ થાય તે જરૂરી છે, જ્યારે ગામડાઓ વિકાસ પામે, પગભર થાય અને મજબૂત બને ત્યારે દેશ મજબૂત થયો અને દેશનો વિકાસ થયો તેમ કહેવાય. આજના શિક્ષણ અને રોજગારને લઈને યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જે સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે. આ સ્થિતીના નિવારણ માટે સરકારે પગલાં ભરવા જોઈએ.

જીટીયુના પદવીદાન સમારોહમાં સીએમ વિજય રુપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં રાજ્યપાલે બેરોજગારોની ચિંતા વ્યક્ત કરી હતી.