ગુજરાતની 150 ખાનગી કોલેજોની ફીમાં 20 ટકા ફી વધારો થશે

અમદાવાદ– શાળાઓમાં ફી નિયમનની વાતો ચર્ચામાં છે ત્યાં કોલેજોમાં ફી વધારાની આજકાલમાં જાહેરાતની તૈયારીઓ થઇ ગઇ છે. આધિકારીક સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે રાજ્યની 150 જેટલી ખાનગી કોલેજોની ફીમાં 20 ટકા જેટલો વધારો થશે. જેની સત્તાવાર જાહેરાત 11મી તારીખે થઇ શકે છે.સ્વનિર્ભર કોલેજ ફી કમિટી સમક્ષ ફી વધારા માટે રાજ્યભરની કોલેજોએ 2017-18થી 2020 સુધીના સમયગાળાના બ્લોક માટે અરજી કરી હતી.આ દરખાસ્તોમાંથી 150 કોલેજોને ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

બીઇ, એમઇ, બીફાર્મ, એમફાર્મ, એમબીએ, એમસીએ, આર્કિટેક્ચર, પ્લાનિંગ સહિતની શાખાઓના 613 કોલેજના ફી માળખાની જાહેરાત કરાષે. ફી રેગ્યૂલેટરી કમિટીએ થોડાસમય પહેલાં કેટલીક કોલેજોની 10 ટકા પ્રોવિઝનલ ફીની જાહેરાત કરી દીધી હતી.

નિરમા, સેપ્ટ, પીડીપીયુ, ઇન્ડસ દ્વારા સોએ સો ટકાનો ફી વધારો માગવામાં આવ્યો છે.