એઇમ્સ માટે વડોદરા-રાજકોટમાં જરૂરી માપદંડોનો સર્વે કરવામાં આવ્યો છે

ગાંધીનગર– નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યુ છે કે, ગુજરાતની જનતાને આરોગ્ય માટે સુપર સ્પેશ્યિાલીટી સારવાર માટેની ‘‘એઇમ્સ’’ને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થળ માટેની પસંદગી અગ્રતા ધોરણે કેન્દ્ર દ્વારા જાહેર કરાશે.ગુજરાતમાં એઇમ્સ શરૂ કરવા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યુ હતું કે, વડોદરા અને રાજકોટ બંને સ્થળો માટે એઇમ્સ માટે જરૂરી જમીન સહિતની જરૂરીયાતોનો સર્વે કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી તમામ વિગતો પૂરી પાડવામાં આવી છે. ત્યારે એઇમ્સના માપદંડો પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સ્થળ અંગેનો નિર્ણય અગ્રતાક્રમે ઝડપથી લેવાશે.

એઇમ્સ સામે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર હોસ્પિટલ, મેડીકલ કોલેજ સહિત આરોગ્ય સંબંધની અનેક અદ્યતન સુવિધાઓ ગુજરાતને મળશે.