વિપક્ષ નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ કોર્ટે વોરંટ ઈસ્યૂ કર્યું

0
3027

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે કોર્ટે વોરંટ કાઢ્યું છે. અમરેલીની ચીફ કોર્ટે પરેશ ધાનાણી સહિત 11 આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. મંજtરી વગર વિરોધ કરવા અને પૂતળા દહન મામલે કેસ થયો હતો જેમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન પરેશ ધાનાણી ઉપસ્થીત ન રહેતા આખરે કોર્ટે આ મામલે વોરંટ ઈશ્યું કર્યું છે. કોર્ટ દ્વારા ઈશ્યુ કરાયેલા વોરંટમાં પાલિકા પ્રમુખ અલકા ગોંડલિયાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીની તાજેતરમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.