અમદાવાદમાં બેઠાં ઓણમનો સ્વાદ માણવો હોય તો….

અમદાવાદઃ ભગવાનનો પોતાનો પ્રદેશ ગણાતું કેરળ અત્યારે ઈતિહાસના સૌથી કપરા પૂરનો સામનો કરી રહ્યું છે. આ તેમના પડખે ઉભા રહેવાનો અને કેરળવાસીઓને સહયોગ આપવાનો સમય છે. કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટે 10 દિવસના હાર્વેસ્ટ ફેસ્ટિવલ અને રાજા મહાબલીના પુનરાગમનને પ્રાર્થનાથી વધાવીને બ્રન્ચની રજૂઆત કરી છે અને એની મારફતે  માઈલો દૂર રહેતા કેરાલાના લોકોમાં જીવનમાં ઉજાસ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ઓનમ સાદ્ય એ ફેસ્ટીવલની ઉજવણીનો મહત્વનો ભાગ છે. એમાં કેળના પાન ઉપર 21 જેટલી વાનગીઓ પીરસવામાં આવે છે.

આ અંગે વિગતે વાત કરતાં કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટમા એક્ઝિક્યુટિવ શેફ અનિરૂધ્ધ લિમાયે જણાવ્યું કે “ અમદાવાદના લોકો અધિકૃત પ્રાદેશિક વાનગીઓના ચાહકો છે. ઓનમ સાદ્ય એ એક એવો તહેવાર છે કે જેમાં એવી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે કે જે લોકોને અન્ય સમયે પણ આરોગવી ગમે તેવી હોય છે. આ વાનગીઓમાં કાલન, થોરન,  કૂટુ કરી, મધૂરા પચડી  અને પારીપ્પુ પેયસમ વગેરે 21 વાનગીઓના મેનુમાં ચોકકસપણે માણવા જેવી વાનગીઓ છે.  ભોજનમાં એક વખત એક જ વાનગી પિરસાય છે અને તેની સાથે મીઠુ, ઉપેરી અને સારક આપવામાં આવે છે. એ પછી ભાત તથા અન્ય વાનગીઓ અપાય છે. છેલ્લે પેયસમ આપવામાં આવે છે.

કોર્ટયાર્ડની બેલીફ રેસ્ટોરન્ટમાં પરંપરાગત મલયાલી સુશોભન અને કેળના પાંદડાં વડે કેરાલા જેવુ વાતાવરણ રચવામાં આવ્યું છે. જ્યારે  કોર્ટયાર્ડની ટીમ પરંપરાગત લુંગીમાં સજ્જ છે. શેફ અનિરૂધ્ધ લિમયે દ્વારા તેયાર કરવામાં આવેલ પરંપરાગત સદ્ય બોજન રસીકોને ગમી ગયું છે. ભોજનની સાથે સાથે કેરળનું સંગીત પણ વાગતુ રહે છે. માત્ર ભોજનની ચાહના માટે જ નહી પણ ઓણમ સાદ્ય માટે લોકોને બહાર નીકળતા જોવા તે એક લ્હાવો છે. કોર્ટયાર્ડ બાય મેરીયોટ્ટ, અમદાવાદ  ઓણમ સાદ્યના વેચાણ વડે પ્રાપ્ત થયેલી રકમમાંથી 20 ટકા નાણાં કેરાલાના પૂરગ્રસ્ત લોકો માટે મોકલશે.