16 કરોડથી પણ વધુ પગાર લેતાં સીઈઓ, અમદાવાદની IIMનો છે ફાળો

અમદાવાદઃ  ગુજરાતની ધરામાં શીખવા મળતાં પાઠ આગવી વેપારી સૂઝબૂઝ વિકસાવે છે એટલે જ આઈઆઈએમએમાં પ્રવેશ લેવો ઘણાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહેતી હોય છે. ઘણાં ખ્યાતનામ વિદ્યાર્થીઓ છે જેમણે આઈઆઈએમનું નામ ગાજતું રાખ્યું છે, એ શ્રેણીમાં જોડાયાં છે આ રાજેશ ગોપીનાથન…જેઓ માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝના CEO છે. ગોપીનાથનના પેકેજમાં વર્ષ 2018-19માં 28 ટકા જેટલો વધારો થયો છે. એટલે કે વધારે સાથે તેમનો પગાર 16 કરોડ રુપિયાથી પણ વધારે થઈ ગયો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

ગોપીનાથનનાં વેતન પેકેજમાં 1.15 કરોડ રૂપિયા વેતન, 1.26 કરોડ રૂપિયા અન્ય લાભ, 13 કરોડ રૂપિયા કમિશન અને 60 લાખ રૂપિયાનાં વધારાના અન્ય ભથ્થાં પણ છે. આ રીતે તેમનું સેલેરી પેકેજ 16.02 કરોડ રૂપિયા થાય છે. ગત નાણાકીય વર્ષ 2017-18માં ગોપીનાથનનું સેલરી પેકેજ 12.49 કરોડ રૂપિયા હતું.

ગોપીનાથન જે હવે TCSના સીઇઓ બની ગયા છે ત્યારે તેમને 6.2 કરોડનો સેલેરી રાઇઝ મળ્યો છે. હવે કંપની તરફથી તેમનું પેકેજ વધારીને 16 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં CEO પદ સંભાળતાં પહેલાં ગોપીનાથન TCSના CFO હતાં.

IIM અમદાવાદથી ભણનારાં ગોપીનાથ વર્ષ 2001થી TCSમાં જોડાયેલાં છે. તેમને ફેબ્રુઆરી 2013માં કંપનીના મુખ્ય ફાઇનાન્સ ઓફિસરનું પદ આપવામા આવ્યું હતું. તેમણે REC ત્રિચુરાપલ્લીથી ઇલેક્ટ્રોનિક એન્જીનિયરિંગની ડિગ્રી મેળવેલી છે.