સુપ્રસિદ્ધ ડાયટિશિયન દ્વારા મહિલાઓની તંદુરસ્તી માટે યોજાયો ટોક શો

અમદાવાદ- તાજેતરમાં  “યંગ  ફીક્કી લેડીઝ  ઓર્ગેનાઇઝેશન” (વાયફલો)  અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ  સેલિબ્રિટી  ડાયેટીશ્યન ” પૂજા  માખીજા” સાથે “બસ્ટીન્ગ  ડાઇટ મીથ” વિષય પર એક  ટોક શોનું આયોજન  કરવામાં  આવ્યું હતુંત. જેમાં ”વાયફલો” મેમ્બર્સ સહિત અમદાવાદના જાણીતા લોકોએ  ભાગ  લીધો હતો.

આટોકશોમાં પૂજા  માખીજા”એ  ડાયેટિંગ  સાથે  જોડાયેલા  પ્રશ્નો  જેવાકે  ” કયું ડાયટિંગ મારા સ્વાસ્થ્ય  માટે  સારું છે ?” , “શું  ડાયેટિંગ  કરવાથી  પરિણામો સારા  મળે છે?”,  “શું  ડાયેટિંગ  કરવા માટે  મારે  ભૂખ્યા  રહેવું  જરૂરી છે…..ડાયટિંગની બાબતોને વણી લેતા  મહત્વપૂર્ણ  પાસા  વિષે  ચર્ચા  કરી  હતી.   તેમણે  જણાવ્યુંકે ,  ડાયેટિંગ  એટલે ભૂખ્યા રહેવું તે માન્યતા ખોટી છે.. શરીરની  જરૂરિયાત  પ્રમાણે પૂરતા પ્રમાણમાં  પોષક આહાર લેવો ખૂબજ જરૂરી છે. વધુમાં  તેમણે  જણાવ્યુંકે બે  ટાઇમના ખોરાકની વચ્ચે વધારે સમય રાખવાના  કારણે  તમારા  ખોરાકનું પ્રમાણ વધી શકે છે.  વધુ ખોરાક   તમારુ વજન વધી શકે છે.  તેમજ લાંબા  સમય  સુધી સવારે ગરમ પાણી સાથે લીંબુ  અને મધ  લેવાથી  પણ  શરીરને  નુકશાન થઈ  શકે  છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુંકે વેજીટેબલમાં પુષ્કળ પ્રમાણમાં  વિટામિન્સ હોય  છે , માટે તંદુરસ્ત રહેવા માટે વિવિધ વેજિટેબલ્સનાં જ્યૂસનું નિયમિત સેવન કરવું  જોઈએ.

આ પ્રસંગે “યંગ  ફીક્કી લેડીઝ  ઓર્ગેનાઇઝેશન” (વાયફલો) અમદાવાદના  ચેરપર્સન “શ્રિયા  દામાણી”એ  જણાવ્યુકે “આ કાર્યક્રમથી   ડાયેટિંગ  વિષે  રહેલી  ગેરસમજો દૂર થઈ છે, તેમજ  હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ અંગે સચોટ  માહિતી  મળી  છે.