ગરમીનો પ્રકોપઃ સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે સૌથી ગરમ

0
778

અમદાવાદ– ગુજરાતમાં ગરમીનો પારો જોરદાર રીતે ઊંચકાયો છે. અપર એર સર્કયુલેશન દૂર થતાંની સાથે આકાશમાંથી વાદળો હટી ગયા છે. છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ અનુભવવા મળ્યો છે. અને તાપમાનનો પારો ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. આજે સોમવારે સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું હતું. અમરેલીમાં તાપમાનનો પારો 41.4 ડિગ્રી રહ્યો હતો. તેમજ રાજકોટમાં 41 ડિગ્રી ગરમી હતી.અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ભારે ગરમી જોવા મળી હતી. બપોરે રોડ રસ્તા સુમસામ થઈ ગયા હતા. મહત્તમ તાપમાન તો વધ્યું હતું, તેની સાથે લઘુત્તમ તાપમાન પણ ઊંચું ગયું હતું.

ગુજરાતના મુખ્ય શહેરોનું તાપમાન

શહેર

સુરેન્દ્રનગર

અમરેલી

રાજકોટ

અમદાવાદ

ડીસા

ગાંધીનગર

સૂરત

વડોદરા

ભાવનગર

ભૂજ

મહત્તમ તાપમાન

41.8 ડિગ્રી

41.4 ડિગ્રી

41 ડિગ્રી

40.2 ડિગ્રી

40 ડિગ્રી

40.5 ડિગ્રી

37.2 ડિગ્રી

39.5 ડિગ્રી

38.3 ડિગ્રી

40.4 ડિગ્રી