PM નરેન્દ્ર મોદી પર ‘મેહૂલ ચોકસી’નું Ph.D, 450 લોકોના કર્યા હતાં ઈન્ટરવ્યૂ

સૂરત: સૂરત સ્થિત એક વિદ્યાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર પર પીએચડી પૂર્ણ કરી લીધું છે. વડાપ્રધાન પર પીએચડી થિસિસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીનું નામ મેહુલ ચોકસી છે. મહત્વની વાત એ છે કે, પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપીનું નામ પણ મેહુલ ચોકસી છે. મેહુલે વર્ષ 2010થી નરેન્દ્ર મોદી પર થિસિસ લખવાનું શરુ કર્યું હતું.

 

સૂરતના મેહુલ ચોકસીએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં થિસિસ જમા કરાવ્યાં છે. તેમના રિચર્ચ થિસિસનું નામ છે લીડરશિપ અન્ડર ગવર્નમેન્ટ કેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદી (Leadership Under Government  Case Study of Narendra Modi)

ચોકસીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રિચર્ચ કરવા માટે એક સર્વે કર્યો હતો, જેમાં સરકાર સાથે જોડાયેલ 450 જેટલા લોકોનું ઈન્ટરવ્યુ કર્યું હતું. આ લોકોમાં સરકારી અધિકારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નેતાઓનો સમાવેશ થાય છે. મેહુલે આ તમામ લોકોને નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે જોડાયેલા વિશિષ્ટ સવાલો પુછ્યા હતાં.

ચોકસીએ વધુમાં કહ્યું કે, તેમણે 32 પ્રશ્નોનું એક પેપર તૈયાર કર્યું હતું. 450 લોકોનું ઈન્ટરવ્યુ કર્યા બાદ મે જાણ્યું કે, તેમાંથી 25 ટકા લોકોએ સ્વીકાર્યુ કે મોદીના ભાષણો ઘણા પ્રભાવી હોય છે. તો 48 ટકા લોકોએ સ્વીકાર્યું કે, મોદી પોલિટીકલ માર્કેટિંગ સૌથી સારું કરી જાણે છે. ચોકસી એક વકીલ પણ છે, તેમણે વીર નર્મદ યુનિવર્સિટીના પ્રો. નિલેશ જોશીના માર્ગદર્શન હેઠળ પીએચડી પૂર્ણ કર્યું છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તે સમયે જ વર્ષ 2010થી મેહુલ ચોકસીએ તેમની પીએચડી શરુ કરી હતી. તે સમયે મેહુલે લોકોને નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાને લઈને સવાલો પુછ્યા હતાં. જેમાં તેમને 51 ટકા લોકોના પોઝિટીવ જવાબો મળ્યા હતાં. જ્યારે 34.25 લોકોના નેગેટિવ ફિડબેક મળ્યાં હતાં. 81 ટકા લોકોએ માન્યું હતું કે, દેશના વડાપ્રધાન બનવા માટે સકારાત્મક નેતૃત્વ હોવું જરૂરી છે. તો અન્ય 34 ટકા લોકોએ માન્યું કે, વડાપ્રધાન બનવા માટે પારદર્શિતા હોવી વધુ જરૂરી છે. તો 31 ટકા લોકોનું કહેવું હતું કે, વડાપ્રધાને પ્રમાણિક હોવું વધુ જરૂરી છે.

ગાઈડ નિલેશ જોશીએ કહ્યું કે, અમે એવા વિષયની શોધમાં હતાં જે રોચક હોવાની સાથે સાથે લોકપ્રિય પણ હોઈ. અમને આ વિષયનો આધાર તૈયાર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે, આટલા ઉંચા પદ પર બેઠેલા વ્યક્તિ અંગે નિષ્પક્ષ થઈને લખવું ઘણું મુશ્કેલ કામ હતું. આ ઉપરાંત લોકો સુધી પહોંચીને તેને નરેન્દ્ર મોદી અંગે તેમનો મંતવ્ય પુછવો પણ એક ચેલેન્જિંગ કામ રહ્યું હતું.