સૂરતમાં 24 કલાકમાં દારૂની બે મહેફિલો પકડાઈ, 21 મહિલાની ધરપકડ

સૂરત- ગુજરાતમાં દારૂબંધીના નિયમોની હાંસી ઉડાડતી ઘટના બહાર આવી છે, સૂરતમાં 24 કલાકની અંદરમાં જ દારૂની બે મહેફિલો પકડાઇ છે. પરંતુ મહત્વની વાત એ છે કે,  એક જ શહેરમાં 24 કલાકની અંદરમાં બે જગ્યા પરથી દારૂની મહેફિલ ઝડપાતા ચકચાર મચી છે. પીપલોદ વિસ્તારમાંથી પકડાયેલી હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલમાં પોલીસે 21 મહિલાઓની ધરપકડ કરી છે. જ્યારે અઠવાલાઇન્સ પોલીસે અન્ય એક દારુ પાર્ટીમાંથી  6 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા સિલ્વર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશને લઇ ગયાં હતાં. પોલીસે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

તો બીજી તરફ અન્ય એક ઘટનામાં સૂરતના પોષ વિસ્તાર ગણાતા પીપલોદમાં ઓયસ્ટર હોટેલમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી હતી. દારૂની મહેફિલ માણતી મહિલાઓ પૈકી 21 મહિલાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. તેમના દેખાવ પ્રમાણે પરથી લાગે છે કે તેઓ ઉચ્ચ વર્ગની મહિલાઓ છે. કીટીપાર્ટીની આડમાં મહેફિલ કરતી ખાનદાન ઘરની મહિલાઓએ ફેસબૂક ઉપર લાઇવ કરતાં સમગ્ર મામલે પોલીસ કમિશનરને ફરિયાદ થઇ હતી. હવે પ્રશ્ન એ થાય છે કે ઉચ્ચ વર્ગની મહિલાઓ હોવાથી શું તેમની અટકાયત ન થઈ શકે?

પોલીસે પકડી પાડેલી તમામ મહિલાઓ બિલ્ડર, કાપડ વેપારી, હીરા વેપારીના પરિવારની હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.

દારૂની મહેફિલમાં ઝડપાયેલ મહિલાઓઃ

આરતી યશભાઈ શાહ- પીપલોદ, ધનીષાબેન અમરસિંહભાઈ વડીયા – પીપલોદ, નિધિ વિકાસ ઝુનેઝા – ઘોડ દોડ રોડ, બિનડિયા દીપક મલ્હોત્રા- વેસુ, મોના અશોકરાય – સીટી લાઈટ, કરિશ્મા ફિરોઝખાન અસિફખાન-અડાજણ, રોહિણી રોહિતશેઠ -મગદલ્લા રોડ, રાનું સુમિતકુમાર – ભટાર, સાક્ષી રવિ યદાની – ઘોડ દોડ રોડ, શિખા અતુલ ખુલ્લર – સીટી લાઈટ, મોના અવનીશ મોદી – અઠવાલાઇન્સ, આરતી અનિલ ચોપરા – પીપલોદ, સીપ્રા સેસવ જૈન – અઠવાલાઇન્સ, કાજલ મનોજ ચાયવાળા-પીપલોદ, શિલ્પા કુણાલ બજાજ – પાર્લે પોઇન્ટ, હર્ષા કમલ ચૌધરી – ભટાર, નિરકમલ વિકાસ મોંઘા આઇપી રોડ, પ્રિયાશા વરૂણ ખન્ના – પીપલોદ, મોનીકા હીરેન દમણવાળા – અઠવાલાઇન્સ, રીનાબેન હરુ રોય – પીપલોદ, મમતા અખિલ ડાવર – પાર્લે પોઇન્ટ