કોર્પોરેટરને લાફો મારવાની ઘટનાને લઈને આજે દહેગામમાં બબાલ, 7 ઘાયલ

0
1067

ગાંધીનગર– જિલ્લાના દહેગામ શહેરમાં બે જૂથો વચ્ચેની બબાલે ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં ભારે પથ્થરમારો થવાનો બનાવ બન્યો હતો. દહેગામની આંબલી ફળીમાં થયેલા પથ્થરમારામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે પત્થરમારામાં સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે.

ઈજાગ્રસ્તોમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ તમામને દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લવાયા હતાં અને ઘટના સ્થળે પોલિસે પરિસ્થિતિ સંભાળી લેતાં મામલો બીચકે નહીં તે માટે પોલિસ પોઇન્ટ મૂકી દીધો હતો.આ કારણે થઇ બબાલ

ગઈકાલે વોર્ડ નંબર 3ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અને સ્થાનિકો વચ્ચે ગટર મામલે બબાલ થઈ હતી. જેમાંમહિલા કોર્પોરેટરને લાફો મારવામાં આવતાં સમગ્ર મામલો પોલિસ સ્ટેશન પહોંચ્યો હતો.પોલિસે અટકાયતી પગલાં લઈ અને બધાંને છોડી મૂક્યાં હતાં. આજે મામલો વધુ ઉગ્ર બનતાં સામસામે પત્થરમારો થયો હતો.