ગબ્બર પર યાત્રાળુઓ માટે સરળ પગથિયાં બનાવવાનું આયોજન…

અંબાજી-હિંદુ ધર્મમાં શક્તિ પીઠોમાંનું એક એવું યાત્રાધામ, જ્યાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. અંબાજીના દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ ગબ્બર પર બિરાજમાન માતાજીના દર્શનાર્થે જતા હોય છે. અંબાજીમાં ગબ્બર ચઢવા માટે પગથિયાંની સાથે ઉડન ખટોલા પણ છે., પરંતુ ઘણાં યાત્રાળુઓ પગપાળા પગથિયાં ચઢી દર્શન કરવાનું  વધારે પસંદ કરે છે. યાત્રાધામ અંબાજીમાં સૌ કોઇ શ્રધ્ધાળુને દર્શન કરવામાં સુવિધા રહે તેમજ અવનવા આકર્ષણો પણ ઉભા કરવાનો તંત્ર દ્વારા પ્રયાસ થાય છે.
તાજેતરમાં જ સૂત્રોના જણાવ્યા અનુસાર યાત્રાળુઓની સરળતા માટે ભાદરવી પૂનમ બાદ પગથિયાંનું સમારકામ તેમ જ નવીનીકરણ કરવાનું કાર્ય કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર પરિસરમાં તેમજ શહેરમાં શક્તિ પીઠ, વન-ઉપવનના આકર્ષણની સાથે અનેક સુવિધાઓ પણ યાત્રાળુઓને આપવાના સતત પ્રયાસ થાય છે. અહેવાલ–તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ