હવે નિહાળો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ હેલિકોપ્ટરમાં બેસીને, આટલું થશે ભાડું

કેવડીયા- કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓેની સેવામાં વધુ નજરાણું ઉમેરાયું છે.અહીં પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેટ્યુ જોતાં હતાં. ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકાશે. આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે.

કેટલી થશે ટિકિટ?

હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં કુલ 10 મિનિટની હવાઈ મુસાફરી રહેશે, આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવશે. એક સવારીમાં હેલિકોપ્ટરમાં એક સાથે કુલ 6 થી 7 પ્રવાસી બેસી શકશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા લોકો માટે હવે આ સુવિધા ઉમેરાતા મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસાફરોએ પણ આ સુવિધાને આવકારી છે. એટલું જ નહીં હેલિકોપ્ટરમાં મુસાફરોની સલામતીનું પૂરતુ ધ્યાન રાખવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાશમાંથી જોવાનો નજારો કંઈક અકલ્પનીય જ હશે. આ સેવા ગુજરાત સરકારના સહકારથી શરૂ કરવામાં આવી છે.