રાજયના દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેતી ઝૂંબેશ શરુ

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓરી અને રૂબેલા રસીકરણ કાર્યક્રમનો રાજ્યવ્યાપીનો પ્રારંભ કરાવ્યો છે. આ રસીકરણ કાર્યક્રમમાં 9 માસથી 15 વર્ષ સુધીનું એક પણ બાળક ઓરી રસીકરણથી વંચિત ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અંદાજે 1.5 કરોડ બાળકોને આવરી લેવામાં આવશે.

રૂપાણીએ રસીકરણનો પ્રારંભ ગાંધીનગરમાં સેક્ટર 7 ની માધ્યમિક શાળાથી કરાવ્યો હતો. આ અવસરે તેમણે જણાવ્યું કે ઓરીનો ભોગ કોઇ પણ બાળક ન બને તેમજ સગર્ભા માતાને પણ કોઇ ચેપ ન લાગે અને જન્મજાત ખોડખાંપણ વાળું સંતાન ન અવતરે એ માટે આ ઓરી રૂબેલા રસીકરણ 1 મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ કર્યું છે. હવે એને ઝુંબેશ સ્વરૂપે રાજ્યની તમામ શાળાઓમાં હાથ ધર ને આરોગ્ય વિભાગ ઓરી મુક્ત ગુજરાત માટે સંકલ્પબદ્ધ છે.

રાજ્યભરમાં આજથી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝુંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ

• ૨૦૨૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ અને રૂબેલા પરનું નિયંત્રણ સરકારનું ધ્યેય છે.
• દેશના ૨૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઇંજેક્ટેબલ રસિકરણ અભિયાનમાં ૯૫ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે.
• ગુજરાતમાં ૯ મહિનાથી લઇને ૧૫ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આ રસીકરણમાં આવરી લેવાશે.
• પહેલા બે અઠવાડિયા રાજ્યની ધોરણ ૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે.
• ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્યકેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે.
• એક પણ બાળક ઓરી રૂબેલા રસીકરણથી બાકાત ન રહી જાય તે માટે પાંચમું અઠવાડિયું એવા રહી ગયેલા બાળકોને આવરી લેવાશે.
• આરોગ્ય વિભાગે ૧૦,૦૦૦ વેકસીનટર્સ રસી આપનારા કર્મચારીઓને દરરોજ જુદી જુદી ટીમ બનાવી ૭૦,૦૦૦ સેશન્સ રસીકરણ માટે ગોઠવ્યા છે.
• ૪૦,૦૦૦ આશાવર્કર બહેનો અને ૫૦,૦૦૦ આંગણવાડી કાર્યકર બહેનો આ ઝૂંબેશમાં સેવા આપશે.