ગુજરાતમાં રુ. 1 કરોડ 66 લાખના વિવિધ પ્રોજેકટસના કાર્યારંભ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ના પૂર્ણ થયાના માત્ર ૪પ દિવસના જ સમયમાં ગુરૂવારે તા. ૭ માર્ચે એક જ દિવસમાં એક સાથે રૂ.૧ લાખ ૬૬ હજાર ૩૪૭ કરોડના વિવિધ પ્રોજેકટના ઉદ્દઘાટન, કાર્યારંભ, ભૂમિપૂજન કરાવતાં સ્પષ્ટ કહ્યું કે વાયબ્રન્ટમાં માત્ર વાતો જ થાય છે તેવો અપપ્રચાર કરનારાઓને આ જડબાતોડ જવાબ છે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે અમે માત્ર વાતો કરનારા લોકો નથી, નક્કર ઇરાદાઓ સાથે વાસ્તવિક રૂપ પણ આપીને જે કહેવું તે કરવુંની સંસ્કૃતિમાં માનનારા છીએ તે પણ આ સમારોહે પૂરવાર કર્યુ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યપ્રધાને વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં જે વિવિધ ઊદ્યોગો –રોકાણોના MoUs, ઇન્ટેનસન્સ થયા હતા તેમાંથી 459 ઉદઘાટન, 1030 પ્રોજેકટસના કાર્યારંભ અને 248ના ખાતમૂર્હત મહાત્મા ગાંધીમંદિરથી ઊદ્યોગ – વેપાર જગતના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતીમાં કરાવ્યા હતા.

આ સાથે તેમણે ગિફટસિટીમાં ગેઝિયા અને GIDCના સંયુકત ઉપક્રમે ટેક હબના પ્રારંભના  MoU તેમજ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી સેકટરમાં રાજ્ય સરકારની સહાય પ્રોત્સાહનના રુ.400 કરોડ અને MSME સેકટરમાં રૂ. 384 કરોડના લાભો લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધા જ RTGSથી જમા કરાવ્યા હતા.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, જેમનામાં સપના જોવાની જ શકિત-તાકાત ન હોય તે કદી સપનાં સાકાર કરી શકે જ નહિ. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ યુવાશકિતને – નવી પેઢીને એવી લીડરશીપ – નેતૃત્વ આપ્યું છે કે નામૂમકિન અબ મૂમકિન હૈ નો અહેસાસ કરાવે છે તેમના સપના સાકાર કરવાનો રાહ બતાવે છે.

તેમણે વાયબ્રન્ટ સમિટની પૂર્ણતાના માત્ર ૪પ દિવસમાં રૂ. ૧ લાખ ૬૬ હજાર કરોડના આ પ્રોજેકટસના કાર્યારંભ, ઉદઘાટન ખાતમૂર્હુતને સફળ બનાવવાનો શ્રેય રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મયોગીઓના પરિશ્રમને આપ્યો હતો.

મુખ્યપ્રધાને વડાપ્રધાન મોદીનું નયાભારતનું સપનું સાકાર કરવાની પ્રતિબધ્ધતા સાથે જવાબદારી, ઇમાનદારી અને ફોલોઅપ ચિંતાની સભાનતાથી સતત કાર્યરત રહીને સમયની સાથે ચાલવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અત્યાર સુધી વિકાસ ન કરી શકયો તેના મૂળમાં પાછલા પ૦-પ૦ વર્ષોથી શાસન કરનારાઓના નવા વિચારો અને નવી પોલિસી માટે નકારાત્મકતા, કાંઇક કરી છૂટવાની તમન્ના અને જવાબદારી પ્રત્યેનું દુલર્ક્ષ્ય કારણભૂત છે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આ સરકારે પાછલા પ૦-પપ વર્ષમાં નથી થયું તે પંચાવન મહિનામાં સાકાર કરી બતાવ્યું છે. અમારો કોઇ પર્સનલ એજન્ડા નહિ વિકાસની રાજનીતિની ભાવના અને રાજકીય ઇચ્છાશકિત જ અહેમિયત ધરાવે છે.

રાજ્યના વિકાસ માટે કાંઇક કરવું છે ઇમાનદારીથી દિલદગડાઇ વગર સભાનતાપૂર્વક કરવું છે એવો ભાવ રાખીને ગુજરાતમાં ‘‘હર હાથ કો કામ’’નો મંત્ર અને લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટીઝ – ગુજરાતની નેમ ૧૦૦ ટકા પાર પાડી છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યપ્રધાને જણાવ્યું કે રૂપાણીએ ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ઓનલાઇન વ્યવસ્થાઓ, ફાસ્ટ એપ્રુવલ દ્વારા સૌ મુકતતાથી વેપાર-ઊદ્યોગ-કામ ધંધાનું મિશન પાર પાડી શકે તેવું વાતાવરણ બનાવ્યું છે તેની ભૂમિકા પણ આપી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત આઇ.ટી. અને બી.ટી. બેય ક્ષેત્રોને પ્રોત્સાહિત કરીને તેમજ આવનારા દિવસોની માંગને અનુરૂપ નવા ઇનોવેશન્સ આવિષ્કારને ગુજરાતની ધરતી ઉપર સાકાર કરવા આઇ-ક્રિયેટ જેવી સંસ્થાઓ, બાયોટેકનોલોજી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપે છે.

મુખ્યપ્રધાને વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે પોતાના આગવા ઊદ્યોગ-ઉત્પાદનને પ્રેરિત કરવા વન ડીસ્ટ્રીકટ- વન પ્રોડકટ – ODOP વિકસાવી કલસ્ટર ડેવલપ કરવાની દિશામાં પણ સરકાર વિચારાધિન હોવાનું જણાવ્યું હતું.