અમદાવાદ-ચેન્નઈ વચ્ચે દોડાવાશે વિશેષ ટ્રેન

અમદાવાદઃ યાત્રીઓની ઉત્કૃષ્ઠ સુવિધા તેમજ વધારે ભીડને ઓછી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ચેન્નઈ સેન્ટ્રલ માટે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 06052 અમદાવાદ ચેન્નઈ સેન્ટ્રલ સાપ્તાહિક વિશેષ ટ્રેન અમદાવાદથી દર સોમવારે સવારે 9:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 17:10 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 9 જુલાઈથી 30 જુલાઈ 2018 સુધી ચાલશે. તો આજ પ્રકારે ચેન્નઈ સેન્ટ્રલ અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચેન્નઈથી પ્રત્યેક શનિવારે 20:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને સોમવારે 05:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 7 જુલાઈથી 28 જુલાઈ 2018 સુધી ચાલશે.

આ ટ્રેનમાં 3 ટાયર એસી, સહિત સામાન્ય કોચ પણ હશે. આ ટ્રેન યાત્રા દરમિયાન નડિયાદ, આણંદ, વડોદરા, સૂરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોણાવલા, પુણે, દૌંડ, રાયપૂર, મંત્રાલયમ રોડ, અડોની, ગુંતકલ, ગૂટી, તડીપાત્રી, ગેરાગુંટલા, રાજપમેટા, કોડુરૂ, રેનિગુંટા અને અરાકોણમ સહિતના સ્ટેશનો પર રોકાશે તો ટ્રેન 06052ને પેરામ્બુર સ્ટેશન પર વધારે હોલ્ટ આપવામાં આવશે.