અમદાવાદઃ સ્માર્ટ સિટી તરફ જવાનો પ્રયાસ

અમદાવાદ-દેશના કેટલાક શહેરને સ્માર્ટ સિટી તરફ લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં હમણાં જ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવી દુનિયામાં નામના મેળવી ચૂકેલા અમદાવાદ શહેરનો પણ સમાવેશ થાય છે. શહેરમાં પોલ્યૂશન અને વાતાવરણ બતાવતી એલ.ઇ.ડી, મેટ્રો ટ્રેન, ઓવર બ્રિજ, પહોળા રસ્તા, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, સ્લમ વિસ્તારમાં મકાનો જેવા અનેક કામો પૂરઝડપે ચાલી રહ્યાં છે.

શહેરના કેટલાક માર્ગો પર એડવાન્સ કેમેરાનું ફિટીંગ પણ થઇ રહ્યું છે. સરકાર દ્વારા કેમેરાથી ફોટા પાડી વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને ઇ-મેમો મોકલવાની કામગીરી મોટા પાયે શરુ કરી દીધી હતી. પરંતુ આ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઘેર મોકલાતાં મેમોની સિસ્ટમ જુદા જુદા બહાના કાઢી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. મેમાની રકમ પણ માફ થઇ ગઇ .

ત્યારબાદ અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે અ.મ્યુ.કો દ્વારા એક વિશાળ કન્ટ્રોલ રુમ પણ બનાવાયો છે જ્યાંથી શેરીઓ અને માર્ગોની તમામ ગતિવિધિઓ નિહાળી શકાય. જૂના નવા ટ્રાફિક સિગ્નલોની અદલાબદલી સમારકામ અને આધુનિક કેમેરાનું ઇન્સ્ટોલેશન થાંભલા ખોડી ઝડપભેર કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સિસ્ટમ સારી રીતે ચાલે અને પરિણામ મળે તો જ સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયાસ સાર્થક થાય…

અહેવાલ–તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ