અમદાવાદઃ શાંતિપુરા સર્કલ પર 93 કરોડના ખર્ચે બનશે 6 લેન ફ્લાયઓવર

અમદાવાદઃ ઔડા દ્વારા નરોડા-દહેગામ અને શાંતિપુરા સર્કલ પર ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંદાજે 150 કરોડ રુપિયાના ખર્ચે આ ફ્લાય ઓવર બનાવવામાં આવશે. શાંતિપુરા સર્કલ પર બનનારો બ્રિજ બોપલ પછીનો સૌથી લાંબો બ્રીજ હશે. ઓડા દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર બંન્ને બ્રિજ પર રોજના અંદાજે 34 હજાર વાહનોની અવર જવર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઔડા દ્વારા લાંબા ગાળાના આયોજનને ધ્યાનમાં રાખતા આ ફ્લાયઓવર 6 લેનનો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બોપલ ખાતે જે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે તે 1300 મીટર લાંબો હતો અને તેને બનાવવા પાછળ 88 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો શાંતિપુરા ખાતે જે બ્રિજ બનવાનો છે છે 1200 મીટર લાંબો છે અને તેને બનાવવા પાછળ અંદાજિત 93 કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવશે. જો કે બ્રિજની અંદાજિત રકમ તો 90.40 કરોડ રુપિયા જ છે.

તો આ સીવાય નરોડા ઓવર બ્રિજ 743.035 મીટરનો બનાવવામાં આવશે અને તેની પાછળ 60,33,66,873 કરોડ રુપિયા જેટલો ખર્ચ થશે. આ બ્રિજની બંને બાજુમાં 7.45 મીટર પહોળાઇ રખાશે અને રૂપિયા 93,76,91,859.19 કરોડના ખર્ચે બનનાર સરખેજ – સાણંદ સ્ટે હાઇવે ઉપર શાંતિપુરા બ્રિજની લંબાઇ 1276 મીટર હશે. જેની બંને બાજુ 10 મીટર પહોળાઇ રખાશે.

બંને બ્રિજ તૈયાર થવા પાછળ ઔછામાં ઓછા અઢી વર્ષનો સમય લાગશે. ઔડાના અંદાજ મુજબ અઢી વર્ષ પછી ટ્રાફિકની સંખ્યા બમણી થઇ જશે. જોકે ઓવર બ્રિજ સમસ્યા હળવ‌ી કરશે.બંને બ્રિજના સુપર સ્ટ્રકચર હશે. જેમાં નરોડા બ્રિજના પી.એસ.સી. આર.સી.સી. ગર્ડર 24.98 મીટર ઓબ્લીગેટ્રીસ્પાન 39.96 મીટર પીએસસી અને એપ્રોચની લંબાઇ 900 મીટર તેમજ 17 સ્પાન હશે. જ્યારે શાંતીપુરા બ્રિજમાં પી.એસ.સી.આર.સી.સી.ગર્ડર 24.25 મીટર ઓબ્લીગેટ્રીસ્પાન 45 મીટર પીએસસી અને એપ્રોચની લંબાઇ 600 મીટર તેમજ 27 સ્પાન હશે.