ગુજરાતનો દરિયાકાંઠો હાઇએલર્ટ પર છેઃ સીએમ વિજય રુપાણી

જામનગર: ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર એરસર્જિકલ સ્ટ્રાઈક કરી છે, 200થી 300 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. વાયુ સેનાના જવાનોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અભિનંદન આપ્યાં હતાં, અને જણાવ્યું હતું કે ગુજરાત પણ પાકિસ્તાન સાથે સરહદી વિસ્તાર ધરાવે છે માટે ગુજરાતનો દરિયાકાંઠાને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે દેશના આપણા જાબાંઝ વાયુસેનાના જવાનોએ આજે મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનની સરહદમાં ધુસીને પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કરીને નેસ્તનાબુદ કરી દીધા છે.

આ પરાક્રમ માટે સમગ્ર દેશને સેના ઉપર ગૌરવ છે અને આજે આખો દેશ સેના પાસે અડિખમ ઉભો છે. પાકિસ્તાનને દરેક ક્ષેત્રે પાડી દેવા માટે સમગ્ર દેશ આજે એકસંપ બની ગયેલ છે અને આ બનાવને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકાંઠો રેડ હાઇએલર્ટ પર છે તેમ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જામનગરના કાલાવડ ખાતે એપીએમસી ભૂમિ પૂજન સમારોહમાં જણાવ્યું હતું.