સરિતા ‘કુપોષણમુક્ત’ અને અંકિતા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ના બન્યાં બ્રાન્ડ એમ્બેસેડર

ગાંધીનગર-ઓશિયન ગેમ્સ 2018માં મેડલ્સ જીતીને ગુજરાતનું રમતજગતમાં ગૌરવ વધારનારા ચારેય ખેલાડીઓનું રાજ્ય સરકારે વિશેષ સન્માન કર્યું છે. એક કાર્યક્રમમાં તેમની સિદ્ધિઓને બિરદાવતાં વધુ એક મહત્ત્વની જાહેરાત સીએમ રુપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ગુજરાત સરકારે એશિયન ગેમ્સમાં રીલે દોડમાં ગોલ્ડમેડલ જીતનાર સરિતા ગાયકવાડને કુપોષણમુક્ત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર  બનાવવાનું જાહેર કર્યું છે. સાથે જ ટેનિસમાં મેડલ વિનક અંકિતા રૈનાને “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે.કાર્યક્રમ દરમિયાન સરિતા ગાયકવાડને રુપિયા એક કરોડનો ચેક ખેલ પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યો હતો જ્યારે અન્ય ખેલાડીઓને પણ ઈનામી રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.