પ્રથમ વખત ચલણી નોટમાં ગુજરાતને સ્થાનઃ 100 રુ.ની નોટ પર પાટણની ‘રાણકી વાવ’

નવી દિલ્હી- ભારતીય રીઝર્વ બેંક દ્વારા નવી 100ની નોટનો લૂક જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સો રુપિયાની નોટમાં ગુજરાતની પ્રસિદ્ધ હેરિટેજ સાઇટ રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતને ચલણી નોટમાં આ સાથે પ્રથમવાર સ્થાન મળ્યું છે.મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટ પર ગવર્નર ઊર્જિત પટેલના હસ્તાક્ષર છે. આરબીઆઈ તરફથી અપાયેલાં નિવેદન મુજબ નવી 100 રુપિયાની નોટની પાછલી બાજુએ ગુજરાતના પાટણ જિલ્લાની રાણકી વાવાનું ચિત્ર છે. નોટ પર આ ચિત્ર ઉપસાવવામાં ભારતની ભવ્ય સાંસ્કૃતિક વારસાઇને પ્રગટ કરવાનો હેતુ છે.

આ નોટનો રંગ હળવો જાંબુડી રંગ છે. રાણકી વાવનું ચિત્ર ધરાવતી નોટની સાઇઝ 66 mm × 142 mm છે. આ નવી નોટની સાથે આરબીઆઈ દ્વારા જારી પહેલેથી ચલણમાં રહેલી 100ની નોટ પણ માન્ય રહેશે.ટૂંક સમયમાં નવી નોટ બહાર પડ્યાં બાદ ઝડપથી સપ્લાય પૂરો પાડવામાં આવશે.

નવી નોટની ખાસિયતો

1- 100નો અંક નીચેની તરફ લખેલો છે

2-દેવનાગરી લિપિમાં 100  વચ્ચે ગાંધીજીના ચિત્રની જમણી બાજુ અંકિત હશે

3-મધ્યભાગમાં ગાંધીજીની તસવીર છે.

4-માઇક્રો લેટર્સમાં “RBI” ‘ભારત’, ‘India’ અને ‘100’ લખેલું છે

5-મહાત્મા ગાંધીની તસવીરની જમણી બાજુ પ્રોમિસ ક્લૉઝ છે અને તેની નીચે ગવર્નરની સહી છે

6-જમણી તરફે જ અશોકસ્તંભ છે

ગુજરાત માટે ખૂબ જ ખાસ છે આ નોટ
પ્રથમ વખત ચલણી નોટમાંં ગુજરાતને સ્થાન

ગુજરાત માટે ગૌરવ સમાન ઘટના

પાટણની રાણકી વાવને ચલણમાં સ્થાન મળતાં ગુજરાત હવે વિશ્વના નકશા પર ચમક્યું

ગુજરાતના ટુરીઝમને વધુ વેગ મળશેઃ ગુજરાતનું પાટણ અને તેમાં આવેલી રાણકી વાવને હેરિટેજમાં સ્થાન મળ્યું છે, તેને 100 રૂપિયાની નોટમાં સ્થાન

બે ગુજરાતીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલ