અમદાવાદ: રામલીલાના પૌરાણિક પાવન પ્રસંગોની જીવંત રજૂઆત

અમદાવાદ- દીવાળી એટલે જીવનમાં આનંદનું અજવાળુ કરવાનો સુંદર અવસર. દીવાળી એટલે વિજયને ઉજવવાનો દિવસ. દીવાળીના દિવસે 14 વર્ષના વનવાસ અને રાવણ સામે જીત મેળવીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતાં. આ તહેવાર દૈત્ય સામે પાવન વ્યક્તિનો, અંધકાર સામે ઉજાસનો વિજય વ્યક્ત કરે છે.

આજની યુવા પેઢીને પૌરાણિક પ્રસંગોની યાદ તાજી કરાવવા અમદાવાદ વન મોલ દ્વારા ગ્રાહકો માટે રામલીલાના અંશો ભજવવામાં આવ્યાં હતાં. લોકો અને વિવિધ સમુદાયો સમક્ષ 60 મિનીટ સુધી રામાયણના વિવિધ પ્રસંગો રજૂ કરીને  મુલાકાતીઓ માટે મનોરંજન અને અનુભવનો ઉત્તમ સમન્વય કરાયો હતો.

રંગમંચ અને પશ્ચાદભૂમિકાની રચના એટલી સુંદર કરાઈ હતી કે, શો ખૂબ જ ભવ્ય બની રહ્યો હતો.  લાઈટો પણ સંગીતના તાલે ઝૂમતી હતી અને કલાકારોએ રામલીલાને જીવંત બનાવી હતી અને દર્શકો સમક્ષ રામાયણ કાળની આભા ઉભી કરી હતી.