સિંહના વેક્સિનેશન માટે પરદેશથી રાજકોટ આવી પહોંચી રસી, લંડનથી આવશે ડોક્ટર..

રાજકોટઃ ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં અજ્ઞાત વાયરસના પગલે ગુજરાતની શાન એવા ગણાતા સિંહોનું એક બાદ એક મૃત્યું થતા રાજ્યભરમાં હાંહાકાર વ્યાપી ગયો છે. સિંહોના મોતનો સત્તાવાર આંકડો ૨૩ પર પહોંચ્યો છે. ત્યારે દલખાણીયા રેન્જ અને જશાધાર રેન્જમાંથી ૩૩ જેટલા સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે રેસ્કયુ થયેલા સિંહોને આપવાની વેકસિન અમેરિકાથી વિમાન દ્રારા રાજકોટ પહોંચી છે.

 રાજકોટ એરપોર્ટ પરથી 300 જેટલા વેકિસનની રસીને અત્યારે એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી છે. ત્યારે લંડનથી નિષ્ણાંત પશુ ચિકિત્સકો સિંહના સ્વાસ્થયની તપાસ અર્થે જૂનાગઢ આવશે જેઓ સિંહોની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે ગીરની દલખાણીયા રેન્જમાં એકબાદ એક 23 જેટલા સિંહોના મૃત્યું થતા ચકચાર વ્યાપી છે. ગુજરાતના સાવજ માત્ર ગુજરાત જ નહી પરંતુ આખા દેશની શાન ગણાય છે. એશિયા ક્ષેત્રમાં માત્ર ગીરના જંગલમાં સિંહો જોવા મળે છે. ત્યારે હાલ તેમની સારવાર થાય અને સિંહનો મૃત્યુઆંક ઘટે તે પણ અત્યંત જરુરી બાબત છે.