ધારાસભ્ય કાંધલ જાડેજાને પોલિસનું તેડું, હાજર નહીં થાય તો ધરપકડની શક્યતા

0
1409

રાજકોટ– કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને એલસીબી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. જો કાંધલ આવતીકાલ સુધીમાં હાજર નહીં થાય તો ધરપકડ પણ થઇ શકે છે.

પોલિસ કાંધલની જેતપુરમાં ખંડણી માગવાના મામલે તેની ભૂમિકા સ્પષ્ટ કરવા હાજર થવા જણાવ્યું હતું પરંતુ હાજર  ન થતાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેતપુરના ઉદ્યોગપતિને ખંડણી માટે કાંધલના નામે ફોન આવ્યો હતો જેને લઇને પોલિસ તપાસ કરી રહી છે. આ મામલે પ્રધાન જયેશ રાદડીયાને પણ રજૂઆત કરાઇ હતી.

કાંધલ જાડેજા રાજકોટ પોલિસને જવાબ આપે ત્યારે સત્યની જાણ થાય તેમ હોઇ રાજકોટ પોલિસ કાંધલને તેડાં મોકલી રહી છે. હવે કાંધલ હાજર ન થાય તો ગમે ત્યારે તેની ધરપકડ કરવાની શક્યતાઓ છે.