વધુ એક ગુજરાતી કેન્દ્રસ્તરેઃ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને સ્થાયી સમિતિમાં સ્થાન મળ્યું

0
1919

નવી દિલ્હી- લોકસભાના અધ્યક્ષા અને અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદના ચેરપર્સન સુમિત્રા મહાજને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ સમિતિમાં લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના ઉપસભાપતિ, લોકસભાના ઉપાધ્યક્ષ અને અન્ય વિધાનમંડળોના સાત સભ્યો સહિત કુલ ૧૦ સભ્યો હોય છે. સમિતિ પરિષદના આયોજન તથા તેમાં ચર્ચા કરવાના થતા સંસદીય વિષયો અંગે નિર્ણયો કરે છે, તેમ ગુજરાત વિધાનસભા સચિવાલયના નાયબ સચિવની યાદીમાં જણાવાયું છે.