લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાની પધરામણી

ગાંધીધામઃ સૌથી ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની ફરીએકવાર એન્ટ્રી થઈ છે. કચ્છમાં ધીમીધારે વરસાદની શરૂઆત થતા જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી છે. મહત્વનું છે કે રાજ્યભરમાં અત્યારસુધીમાં સરેરાશ 54.65 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓ પૈકી કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે ઓછા વરસાદને લઈને જગતનો તાત પણ ચિંતામાં મૂકાયો હતો. ત્યારે કચ્છ પંથકમાં ફરીએકવાર મેઘરાજાએ પધરામણી કરતા લોકો આનંદીત થઈ ઉઠ્યા છે.

તો આ સીવાય જામનગર જિલ્લામાં જાંબુડા, ધ્રોલ અને જોડીયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તો આ સીવાય સાંબરકાંઠાના ઈડર અને અરવલ્લીના મોડાસામાં પણ વરસાદ પડ્યો હતો. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું આગમન થયું હતું. તો બીજીબાજુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. અને વાવણી લાયક વરસાદ ન થવાથી ચિંતાના વાદળો ઘેરાયા હતા. તો આ સાથે જ ખેડુતોએ ખેતરમાં વરસાદે વિરામ લીધો હોવાથી ખેડુતોનો પાક પણ સુકાઈ રહ્યો હતો. પરંતુ હવે વરસાદનું આગમન થતા ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.