આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ 17 થી 19 તારીખ દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. તો આજે અમદાવાદ સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદે વિરામ લીધો છે. ત્યારે ફરીએકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી અગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે તો આ સીવાય દક્ષિણ ગુજરાત અને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

આ સાથે જ હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત માટે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ 63.39% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.