સૂરતઃ નકલી ISI માર્કો મારતી પીવીસી કેબલ કંપની પર દરોડા

સૂરતઃ ચીજવસ્તુની ગુણવત્તાની ખાતરી કરાવતો માર્કો એટલે ISI. પણ જો તમે આ માર્કો ધરાવતી વસ્તુ ખરીદી નચિંત થઇ ગયાં હો તો પણ તમે છેતરાઇ જાઓ છો તેવી ખબર આપતાં સમાચાર બહાર આવી રહ્યાં છે. જેમાં 300 બંડલ વાયર તથા 26 નકલી ISI માર્કિંગવાળી ડાઈ જપ્ત કરવામાં આવી હતી.ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટીમને બ્યૂરો પાસેથી અધિકૃત લાયસન્સ વગર કંપનીના પીવીસી ઈન્સ્યૂલેટેડ કેબલના ઉત્પાદન, પેકિંગ અને આઈએસઆઈ માર્કા લગાવવામાં આવતાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે સૂરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલ કેબલ નિર્માતા મેસર્સ શ્રી સાંઈ કેબલ કોર્પોરેશન ઈન્ડસ્ટ્રિઝ, 14-એ, પ્લાન્ટ નં. 33 નંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પરિસરમાં દરોડા પાડ્યાં હતાં. દરોડામાં આઈએસઆઈ માર્કાના દૂરુપયોગ કરેલી આશરે 300 બંડલ વાયર તથા 26 માર્કીંગવાળી ડાઈ જપ્ત કરવામાં આવી હતી.