વલસાડમાં રાહુલ ગાંધીનો પૂરજોર મોદીવિરોધ, 2019માં કોંગ્રેસ આવવાનો રણટંકાર

વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા લાલ ડુંગરી ખાતે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રેલીને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 માટે અહીંયાથી પ્રચારના શ્રીગણેશ આ સાથે કર્યા છે. રાહુલ ગાંધીના સભા સંબોધન દરમિયાન વિશાળ જનમેદની તેમની વાતોમાં હકાર પુરાવતી જોવા મળી હતી.સ્થળે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત જનમેદની ઉમટી પડી હતી. તો આ સાથે જ ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રાહુલ ગાંધીની આ રેલીને જન આક્રોશ રેલી નામ આપવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ સંબોધન કરી અનેક મુદ્દાઓ પર બીજેપીને આડેહાથ લીધી હતી.

રાહુલ ગાંધીના સંબોધનના અંશ…

  •  રાહુલ ગાંધીએ કહ્યું કે આટલી ગરમી હોવા છતાં આપ મારી વાત સાંભળવાં આવ્યાં તે બદલ ધન્યવાદ
  •  ચોકીદાર ચોર છે, રાહુલ ગાંધીએ ગુજરાતીમાં કહ્યું
  •  રાહુલે ભાજપ પર કર્યા આકરા શાબ્દિક પ્રહાર
  •  રાફેલ મુદ્દે રાહુલ ગાંધીના બીજેપી પર પ્રહારો
  •  સરકારી ડોક્યુમેન્ટમાં લખ્યું છે કે 30 હજાર કરોડ મોદીજીએ અંબાણીને આપ્યાં એટલે ચોકીદાર ચોર છે
  •  વાયુ સેનાથી, એરફોર્સના પાયલટથી 30 હજાર કરોડ રુપિયા લઈને અનિલ અંબાણીને આપવામાં આવ્યાં
  • ફ્રાંસમાં પણ ચોકીદાર ચોર છે નારો ચાલી રહ્યો છે
  • ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ કહે છે કે ચોકીદાર ચોર છે
  • લોકસભામાં મેં રાફેલ મુદ્દે ચાર સવાલ પૂછ્યાં, મોદીજી મારી આંખમાં આંખ ન મીલાવી શક્યાં
  • ચોરી થઈ છે તે માત્ર રાફેલ મામલે નથી થઈ, અહીં જમીન,જળ અને જંગલનો મુદ્દો છે
  • આખા ભારતમાં દરેક પ્રદેશ અને દરેક ગામમાં ભારતનો ખેડૂત વડાપ્રધાનને કહે છે દેવું માફ કરો અને અરુણ જેટલીનો જવાબ આવે છે કે અમે દેવું માફ નહીં કરીએ અમારી પોલીસી નથી
  • વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણીનું નામ લઈ રાહુલે કર્યા મોદી પર પ્રહાર
  • અમે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢમાં ખેડૂતોનું લોકોનું દેવું માફ કર્યું
  • અહીં અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે, ભારત માલા, બુલેટ ટ્રેન વગેરે પ્રોજેક્ટના વિરુદ્ધમાં કોઈ નથી પરંતુ ખેડૂત ન્યાય ઈચ્છે છે
  • જો તમે અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ આપો છો તો તમારે ખેડૂતોને ન્યાય આપવો પડશે
  • અમે આદિવાસી બિલ લાવ્યાં, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં તમારી જમીન તમને આપવામાં આવી રહી છે
  • ભારતમાલા પ્રોજેક્ટ નથી ભારત મારા પ્રોજેક્ટ છે જેનાથી તમે ભારતને મારી રહ્યાં છો
  • વિકાસ કરો પરંતુ આદિવાસીઓ અને ભારતીયોના અવાજને દબાવી ન શકાય
  • નોટબંધી મામલે રાહુલ ગાંધીએ મોદી પર કર્યા શાબ્દિક પ્રહારો
  • દેશની અર્થવ્યવસ્થાને વડાપ્રધાને નષ્ટ કરી નાંખી, કોઈને ન છોડ્યાં આપ બધાને લાઈનમાં ઉભા કરી દીધાં
  • શું આ લાઈનમાં અનિલ અંબાણી કે કરોડપતિઓને ઉભા રહેલા જોયાં? માત્ર ગરીબો એ લાઈનમાં ઉભાં હતાં
  • ઈમાનદાર લોકોને લાઈનમાં ઉભા રાખ્યાં, અને ભ્રષ્ટ અને ભારતના બધા ચોર પાછળના દરવાજે અંદર ઘૂસ્યાં અને બધા બ્લેકમની વ્હાઈટ કરી લીધાં
  • જીએસટી મુદ્દે પ્રહાર કરતા જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવ્યો
  • દિલ્હીમાં 2019માં કોંગ્રેસની સરકાર આવશે તો અમે જીએસટીમાં બદલાવ કરીશું
  • એક ટેક્સ હશે, સરળ ટેક્સ હશે અને તમે જે કામ કરો છો તેનો આદર અમે કરીશું
  • અરુણ જેટલી કહે છે કે ભારતના વ્યાપારી ચોર છે પરંતુ તમે ચોર નથી તમે ઈમાનદાર છો
  • અમે દેશને જોડવાનું કામ કરવા ઈચ્છીએ છીએ
  • ગુજરાતે, સરદાર પટેલે, ગાંધીજીએ દેશને રસ્તો બતાવ્યો હતો હવે ગુજરાત દેશને રસ્તો બતાવશે
  • ગુજરાત દેશને બતાવશે કે સાચી પ્રગતિનો મતલબ શું છે
  • સમય આવી ગયો છે 2019 ની ચૂંટણીમાં બદલાવ લાવવાનો
  • મારો ગુજરાતની સાથે સંબંધ છે, મને અહીંયાનું જમવાનું અને લોકો ખૂબ પસંદ છે
  • તમારા જળ, જમીન અને જંગલનું રક્ષણ કરવું અમારું કર્તવ્ય છે
  • અમે એક ઐતિહાસિક કામ આખા દેશમાં કરીશું
  • કોંગ્રેેસે નિર્ણય કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી ભારતમાં ગેરન્ટી ઈનકમ કોન્સેપ્ટ લાવશે
  • કોંગ્રેસ પાર્ટી ગરીબોના ખાતામાં પૈસા નાંખીશું
  • અમે દરેક ગરીબના બેંક અકાઉન્ટમાં અમારી સરકાર ડાયરેક્ટ પૈસા નાંખશે
  • ગુજરાતની જનતા સમજી લોઃ માલિક તમે છો માલિક અમે નથી
  • બીજેપીના નેતા મનની વાત કરે છે, હું તમારી સાથે મારા મનની વાત નથી કરવા ઈચ્છતો, હું તમારા મનની વાત સાંભળવા ઈચ્છું છું
  • અમે જનતાની વાત સાંભળી, જનતા કહેશે તેમ કરીશું
  • ગુજરાતની જનતાએ મને પ્રેમ આપ્યો છે, મારો આદર કર્યો છે અને આ વાત હું જીવનભર નહી ભૂલું
  • તમે મને શક્તિ અને પ્રેમ આપ્યો તેનાથી મોટી મારા માટે કોઈ વાત નથી
  • અને જ્યારે મારી જરુર પડે ત્યારે ગુજરાત મને બોલાવશે ત્યારે હું ગુજરાત માટે દિલથી કામ કરવા તૈયાર છું