સોમનાથ મંદિરમાં રાહુલ ગાંધીનું નામ બિનહિન્દુ રજિસ્ટરમાં દર્શાવાતાં વિવાદ થયો

સોમનાથ– રાહુલ ગાંધી આજે ગુજરાતમાં બે દિવસના ચૂંટણી પ્રચાર માટે આવ્યાં છે, સવારે તેમણે સોમનાથ દાદાના ચરણમાં શિશ ઝુકાવ્યું હતું. પરંતુ રાહુલનું નામ બિન-હિન્દુ મુલાકાતીઓ માટેના રજિસ્ટરમાં કથિતપણે દર્શાવાતાં વિવાદ થયો છે.

કોંગ્રેસ પાર્ટીના મિડિયા કોઓર્ડિનેટર મનોજ ત્યાગીએ આ કથિત છબરડો વાળ્યો હતો. આને કારણે વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.નોંધનીય છે કે સોમનાથ મંદિરમાં બિન હિન્દુ દર્શનાર્થીઓ માટે એક રજિસ્ટર રાખવામાં આવે છે, જેમાં જે લોકો હિન્દુ નથી તેઓ તેમનું નામ લખે છે, તેઓ ક્યાંથી આવ્યાં, અને ક્યાં જવાના, તેમ જ સહી અને કોન્ટેક્ટ નંબર લખે છે.

આજે બપોરે રાહુલની સાથે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ પણ સોમનાથ મંદિરમાં ગયા હતા. રજિસ્ટરમાં બિન-હિન્દુ તરીકે એહમદ પટેલનું નામ લખતી વખતે ત્યાગીએ ભૂલમાં રાહુલ ગાંધીનું નામ પણ લખી નાખ્યું હતું.

આને લીધે રાહુલ ગાંધી પર તૂટી પડવાનો એમના વિરોધી નેતાઓને મોટો મોકો મળી ગયો હતો. સોશિયલ મિડિયામાં આ સમાચાર વાયરલ થતાવેંત રાહુલ ગાંધીના ધર્મ વિશે સવાલ ઉઠ્યો છે.વિરોધીઓએ કહેવાનું શરૂ કરી દીધું છે કે આ સહીથી સાબિત થાય છે તે તેઓ બિન હિન્દુ છે, અને તે પ્રમાણિત થાય છે. રાહુલ પર બિન હિન્દુ હોવાનો આરોપ પહેલા પણ લાગી ચૂક્યો છે. ત્યાં સુધી કે તેમની માતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના ધર્મને લઈને પહેલાં પણ આવા સવાલ ઉભા થયાં હતાં. રાહુલ વારંવાર પોતે હિન્દુ હોવાની વાત કરે છે અને ચૂંટણી વખતે જમા કરાવેલ શપથપત્રોમાં પણ તેમણે પોતાને હિન્દુ દર્શાવ્યા હતાં.

અર્જુન મોઢવાડિયાની સ્પષ્ટતા…

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રાહુલના નામ વિશે થયેલા ઉહાપોહને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે રાહુલને પોતાને ખબર નહોતી કે એમનું નામ ભૂલમાં બિન-હિન્દુ તરીકે લખવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ મંદિરમાં હિન્દુ તરીકે જ પૂજા કરી હતી. એમના મિડિયા કોઓર્ડિનેટર ત્યાગીએ જ્યારે સ્પેશિયલ રજિસ્ટરમાં એહમદ પટેલનું નામ લખ્યું હતું ત્યારે મંદિરના સત્તાધિશોએ એમને પૂછ્યું હતું કે એહમદભાઈની સાથે કોણ આવ્યું છે? ત્યારે ત્યાગીએ રાહુલજીનું નામ લખી નાખ્યું હતું. કોઈ રજિસ્ટરમાં આ રીતે એન્ટ્રી થઈ હોવાની વાતથી રાહુલજી વાકેફ પણ નહોતા.

કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બાદમાં ખુલાસો મૂકવામાં આવ્યો હતો કે રાહુલે માત્ર મંદિરની વિઝિટર્સ બૂકમાં જ સહી કરી હતી અને સર્ક્યૂલેટ થયેલી બીજી બધી તસવીરો ઉપજાવી કાઢેલી છે.

આ છે, કોંગ્રેસની સ્પષ્ટતા…

httpss://twitter.com/INCIndia/status/935876282860027905

httpss://twitter.com/INCIndia/status/935850865981718528

કોગ્રેસે વિઝિટર બૂકની કોપી સાથે સ્પષ્ટતા કરી છે.