રામોલની સોસાયટીઓમાં નીકળ્યું આરોપીઓનું સરઘસ…

અમદાવાદ– રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની આજુબાજુની સોસાયટીના રહીશોના જીવ કેટલાય મહિનાઓથી તાળવે ચોંટી ગયા હતા. અસામાજિક તત્વોનો રજાંડ એટલો બધો હતો કે તેઓ વિસ્તારમાં બહાર નીકળતા અને સોસાયટીમાં આવતા ડરતા હતા. પણ આજે ઉલટુ થયું હતું સ્થાનિક પોલીસની મદદ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી અને તેમનું સરઘસ સોસાયટીમાં ફેરવ્યું હતું.અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની કૈલાસપાર્ક સોસાયટીની આજુબાજુના વિસ્તારની સોસાયટીના રહીશોને અસામાજિક તત્વોનો રંજાડ વધી ગયો હતો. સ્થાનિક રહીશોએ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆતો કરી, અને અંતે પોલીસ મદદે આવી. રામોલ પોલીસએ ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી. આ વિસ્તારમા ચારથી વધુ માથાભારે શખસોએ અસામાજિક પવુતિઓથી સમગ્ર વિસ્તારમા ભયનો માહોલ ઉભો કયોઁ હતો. આ વિસ્તારના સ્થાનિક નાગરિકોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆતો બાદ સ્થાનિક પોલિસ સ્ટેશન હરકતમાં આવી હતી. અનેક રજૂઆતો બાદ પણ તેઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ના ધરાતા નાગરિકો એ બે વાર રેલી યોજીને વિરોધ દશાઁવ્યો હતો. ત્યાર બાદ હરકતમા આવેલ પોલિસો આજે વધુ બે આરોપીઓને ઝડપી પાડયા હતા.સીટીએમ હાટકેશ્વરના સામાજિક કાર્યકર હર્ષદભાઈએ chitralekha.comને કહ્યું હતું કે સ્થાનિક લોકોમાં ભારે ડર હતો. પોલીસે કડક હાથે પગલા ભરતાં સ્થાનિક રહીશો હવે સુખ ચેનથી રહી શકશે. અને અસામાજિક તત્વોની ધરપકડ પછી તેમનું સરધસ કાઢવામાં આવ્યું, અને તમામ સોસાસટીમાં ફેરવ્યા હતા. જેથી સ્થાનિક રહીશો ભય દૂર થાય. તમામ આરોપીઓ માફી માંગતા માંગતા આગળ વધતા હતા.