ત્રણ વર્ષ માટે ખાનગી ટેકનિકલ કોલેજોની ફી જાહેર

અમદાવાદ– ફી રેગ્યૂલેટરી કમિટી દ્વારા રાજ્યની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની ફી નક્કી થઇને જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કુલ 613 કોલેજોએ કરેલી ફી વધારાની અરજીમાંથી 212 કોલેજોની ફી વધારવામાં આવી છે. જ્યારે 19 કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ખાનગી ટેકનિકલ કોલેજો અને ફાર્મસી કોલેજોની ફી નક્કી કરવા માટે રચાયેલી ફી કમિટીએ વર્ષ 2017-18, 2018-19, 2019-20 એમ 3 વર્ષની ફી જાહેર કરી છે.

કુલ 613 કોલેજોએ ફી વધારા માટે અરજી કરી હતી તેમાં 39 કોલેજ બંધ થઇ ગઇ છે. તેથી 564 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.

ઇજનેરી અને ટેકનોલોજી 113 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. જેમાં 212 કોલેજોને ફી વધારો આપવામાં આવ્યો છે અને 19 કોલેજોની ફી ઘટાડી દેવામાં આવી છે.