આવતીકાલે પાટણમાં વડાપ્રધાન મોદીની જનસભા

0
1039

પાટણઃ આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી આવતીકાલે પાટણમાં એક સભાને સંબોધન કરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે પાટણના યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને પાટણમાં યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે સભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને જનતા જોડાશે એવી ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, પાટણ બેઠક ભાજપ માટે આ વખતે થોડી કપરી ગણાય છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી આ બેઠક પરના જ્ઞાતી સમીકરણો વધારે રસપ્રદ બન્યા છે.