ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ટ્રેડ શૉ ખુલ્લો મુક્યો

ગાંધીનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર તેઓ પહોંચ્યા હતાં ત્યાંથી ગાંધીનગર પહોંચીને ગ્લોબલ ટ્રેડ શૉને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ તેમણે પેવેલિયનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન સાથે વિજય રૂપાણી, જે.એન સિંઘ જોડાયા હતા.

2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશના સૌથી મોટા ટ્રેડ શોનો પ્રારંભ કરાયો હતો. ટ્રેડ શોમાં 1200 સ્ટોલ છે. પ્રથમવાર યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે. જેમાં 2,000 કરોડથી વધુનો વ્યાપાર થવાની શક્યતા છે.

ગ્રાહકોને આકર્ષવા માટે મોટાપાયે ડિસ્કાઉન્ટ અપાશે અને તેની સાથે કુપન અપાશે. દરરોજ સાંજે ડોમમાં ડ્રો થશે તેમાં એક કાર સહિતના ઇનામો જાહેર કરાશે. કુલ 10 કરોડથી વધુના ઇનામો અપાશે. આ ફેસ્ટીવલમાં 2 હજાર ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. મંગળવારની રાત સુધીમાં 15,400થી વધુ નોંધાયા છે.