પ્રવીણ તોગડિયા ‘લાપતા’ હોવાનો વીએચપીનો દાવો; અમદાવાદ પોલીસે શરૂ કરી શોધખોળ

અમદાવાદ – વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયા આજે સવારથી ‘લાપતા’ થયા છે. તોગડિયાને શોધી કાઢવામાં આવે એવી માગણી સાથે પરિષદના કાર્યકર્તાઓએ દેખાવો પણ કર્યા હતા.

વીએચપીનો દાવો છે કે 62 વર્ષીય તોગડિયાને એક કેસના સંબંધમાં રાજસ્થાન પોલીસે અટકાયમાં લીધા હતા, પણ રાજસ્થાન પોલીસે આ દાવાને નકારી કાઢ્યો છે. એણે કહ્યું છે કે તોગડિયા એમની કસ્ટડીમાં નથી.

અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓનું કહેવું છે કે રાજસ્થાન પોલીસની એક ટૂકડી ૧૦ વર્ષ જૂના એક કેસના સંબંધમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 188 અંતર્ગત હિન્દુવાદી નેતા તોગડિયા સામેના એરેસ્ટ વોરંટનો અમલ કરવા માટે આજે સવારે તોગડિયાના નિવાસસ્થાને ગઈ હતી, પણ તોગડિયા ઘેર મળ્યા નહોતા.

અમદાવાદ પોલીસનું કહેવું છે કે તોગડિયાને શોધવા માટે એણે ચાર ટૂકડીની રચના કરી છે.

દરમિયાન, પોલીસ સૂત્રોનું કહેવું છે કે તોગડિયા આજે સવારે વીએચપીના કાર્યાલયમાં ગયા હતા અને ત્યાંથી આશરે 11 વાગ્યે નીકળી એક ઓટોરિક્ષામાં બેસીને રવાના થઈ ગયા હતા. ત્યારપછી એમનો પતો નથી.

દસ દિવસ પહેલાં તોગડિયાએ એવો આરોપ મૂક્યો હતો કે 1996માં રાજસ્થાનમાં થયેલી એક હત્યાના કેસમાં પોતાને ફસાવીને જેલમાં મોકલી દેવાનો ભાજપમાં ટોચના સ્થાને રહેલા કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે.

તોગડિયાનો પત્તો ન હોવાના સમાચાર વહેતા થયા બાદ વીએચપીના કાર્યકર્તાઓએ સોલા પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો અને નારા લગાવ્યા હતા તેમજ સરખેજ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિક અટકાવ્યો હતો. એમણે માગણી કરી હતી કે તોગડિયાને તાત્કાલિક શોધી કાઢવામાં આવે.

વીએચપી કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનની બહાર ‘રસ્તા રોકો’

વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડે પત્રકારોને જણાવ્યું હતું કે અમારા ઈન્ટરનેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ પ્રવીણ તોગડિયા આજે સવારે 10 વાગ્યાથી લાપતા છે. એમનો પત્તો તેમજ એમની સલામતી વિશેની જવાબદારી વહીવટીતંત્રની છે.

અમદાવાદ – વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયા આજે સવારથી લાપતા થયા છે. તોગડિયાને શોધી કાઢવામાં આવે એવી માગણી સાથે પરિષદના કાર્યકર્તાઓએ દેખાવો પણ કર્યા હતા.

વીએચપીનો દાવો છે કે 62 વર્ષીય તોગડિયાને એક કેસના સંબંધમાં રાજસ્થાન પોલીસે અટકાયમાં લીધા હતા, પણ રાજસ્થાન પોલીસે આ દાવાને નકારી કાઢ્યો છે.

અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓનું કહેવું છે કે રાજસ્થાન પોલીસની એક ટૂકડી એક જૂના કેસના સંબંધમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 188 અંતર્ગત હિન્દુવાદી નેતા તોગડિયા સામેના એરેસ્ટ વોરંટનો અમલ કરવા માટે આજે સવારે તોગડિયાના નિવાસસ્થાને ગઈ હતી, પણ તોગડિયા ઘેર મળ્યા નહોતા.