હાઈકોર્ટમાં પોલિસે રજૂ કર્યું સોગંદનામું, મોલ-મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગની જવાબદારી સંચાલકોની

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા કાબૂમાં લેવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનાથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પોલિસે સોગંદનામુ રજૂ કરીને જણાવ્યું છે કે મોલ અને મલ્ટિપ્લેક્સ એ જાહેર સ્થળ છે એટલે તેમાં પાર્કિંગની સુવિધા આપવાની જવાબદારી સંચાલકોની રહે છે.

મોલ અને મલ્ટિપ્લેક્સ દ્વારા નિભાવ માટે પાર્કિંગ ચાર્જ વસૂલવો જરૂરી હોવાનું જણાવી સંચાલકો હાઈકોર્ટમાં ગયા છે. ત્યારે પોલીસે હાઈકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું છે. જેમાં મોલ અને મલ્ટિપ્લેક્સ સંચાલકોએ પાર્કિંગ ચાર્જ ઉઘરાવીને લોકોને રસ્તા પર વાહન પાર્કિંગ માટે મજબૂર કરવા તે કાયદેસરનો ગુનો છે.

પોલીસે રજૂ કરેલા એફિડેવટમાં જણાવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટની જાહેરહિતની અરજીમાં આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. જાહેર હિતમાં અપાયેલા નિર્દેશોનું ખરા અર્થમાં પાલન એ જનતાની સુખાકારી માટે છે. સાથે જ પોલીસની કામગીરીની હાઈકોર્ટની ખંડપીઠે કરેલી પ્રશંસાને પણ સોગંદનામામાં આવરી લેવામાં આવી છે.