PM મોદીએ મોરબીમાં મચ્છુ હોનારતમાં ‘ચિત્રલેખા’ના કવરેજને યાદ કર્યું

મોરબીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપ્રચાર માટે વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ પોતાના મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત મોરબીમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. મોરબીમાં પીએમ હોય અને મોરબીની મચ્છુ હોનારતને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ ચિત્રલેખાના સંદર્ભથી પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની મોરબી મુલાકાત યાદ કરાવી કોંગ્રેસને ઝાટકો આપ્યો હતો.

મચ્છુ હોનારત બાદ મોરબી આવેલાં ઈન્દિરા ગાંધીએ દુર્ગંધથી પરેશાન થઇને નાક પર રુમાલ દાબ્યો હતો એ ક્ષણની તસવીર ચિત્રલેખા મેગેઝીનના 27 ઓગસ્ટ 1979ના અંકમાં પબ્લિશ થઈ હતી. આ તસવીરને લઇને પીએમે કોંગ્રેસની તાસીર દર્શાવતાં કહ્યું કે ઈન્દિરાબહેન મોરબી આવ્યાં હતાં, ત્યારે મને યાદ છે કે ‘ચિત્રલેખા’ મેગેઝિનમાં તેમનો ફોટો છપાયો હતો, ગંધને કારણે તેમણે નાક પર રૂમાલ રાખ્યો હતો, પણ જનસંઘ-આરએસએસના માટે મોરબીની શેરીઓની એ ગંધ ન હતી પણ માનવતાની સુગંધ હતી.

  • કેમ છો કહીને મોરબી સાથેના જૂના સંબંધની યાદ દેવડાવી સંબોધનની શરૂઆત
  • મોરબીમાં મચ્છુ હોનારત થઈ ત્યારે ચિત્રલેખાએ મુખપૃષ્ઠ પર દુર્ઘટનાનો ફોટો છાપ્યો હતો
  • ચિત્રલેખાના ટાઈટલ પરનો ફોટો છે કે ઈન્દિરાબહેન મોઢા પર રૂમાલ રાખીને દુર્ગંધથી બચવાની કોશિશ કરતાં હતાં અને જનસંઘના કાર્યકર્તાઓ કાદવમાં ખપી જઈને લોકોની મદદ કરતાં હતાં
  • ચિત્રલેખાના નામને ત્રણ વખત યાદ કર્યું
  • ગુજરાતનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં અમે જનતાના સુખદુઃખમાં તેમની મદદ ન કરી હોય
  • આપત્તિને અવસરમાં બદલીને અમે લોકો ગર્વભેર ઉભા થયાં છીએ
  • સગો એ કે જે દુઃખમાં સાથ આપે બાકી મલાઈ ખાવાવાળા તો વારતહેવારે નીકળી પડે
  • મચ્છુ હોનારત પછી અમે મોરબીને પાછું ઉભુ કરવામાં કોઈ કચાશ રાખી નથી
  • કોંગ્રેસના રાજમાં એક ચૂંટણી આવે એટલે વચન આપે એટલે હેંડ પંપનું વચન આપી વોટ લઈ જાય
  • એક હેંડ પંપ પર કોંગ્રેસવાળા ત્રણ ત્રણ ચૂંટણીઓ કાઢી નાંખતા હતાં
  • અમે લાખોની સંખ્યામાં ચેક ડેમ બનાવ્યાં
  • અમે ભવિષ્યના 100 વર્ષનું ભાગ્ય બદલવા માગીએ છીએ
  • અમે નર્મદાનું પાણી લોકો સુધી પહોંચાડવા જહેમત કરી, કેનાલોનું કામ કર્યું
  • પાણીનું ટીપેટીપું બચાવવા અમે મહેનત કરી
  • ગુજરાતમાં અમે પાણી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું
  • નર્મદાનું પાણી લાવવા માટે મેં ઉપવાસ કર્યા છે
  • ગુજરાતના ખેડૂતો મારા શબ્દો નોધી રાખજો કે 2022માં અમે આ દેશના ખેડૂતની આવક બમણી કરવાનું કામ કરી દઈશું
  • 70 વર્ષ સુધી એક જ કુટુંબે શાસન કર્યું એનો હિસાબ આપવાની તેમનામાં તાકાત નથી
  • હું જ્યારે મુખ્યપ્રધાન હતો ત્યારે મારે વર્ષમાં ત્રણવાર ભારત સરકારને યુરીયા ખાતર માટે પત્ર લખવો પડતો હતો છતાં કોઈ સાંભળતુ નહોતું
  • અમે ગુજરાતમાં 4 એગ્રિકલ્ચર યુનિવર્સિટી બનાવી
  • કોંગ્રેસને દુખે છે પેટ અને કૂટે છે માથું
  • આજે ભારતના કોઈ ખૂણામાં યુરીયા ખાતર માટે કોઈ ખેડૂતને તકલીફ નથી પડતી કારણકે અમે ભ્રષ્ટાચાર બંધ કર્યો છે
  • ગુજરાતની જનતા કોંગ્રેસને માફ નહીં કરે
  • અમે મત્સ્ય ઉદ્યોગને વેગ આપ્યો
  • અમે દૂધની મૂલ્યવૃદ્ધિ માટે પ્રયાસો કર્યાં
  • મધમાખીના ઉછેર માટે અમે પ્રયાસો કર્ંયા
  • આજે કેટલાક નવા બુદ્ધિમાન લોકો, નવા અર્થશાસ્ત્રીઓ કે જેમણે જીવનભર જનતાની તિજોરી પર ડાકુગીરી કરી હોય તેમને ડાકુ સિવાય કોઈ યાદ ના આવે
  • જીએસટીને લઈને વડાપ્રધાને કરી સ્પષ્ટતા
  • નોટબંધીને લઈને કોંગ્રેસના આંસુ હજી સૂકાતાં નથી
  • નવા અર્થશાસ્ત્રીઓ નીકળ્યાં છે કે જેઓ મીઠુ અને મોંઘી કાર પર એક જ ટેક્સ લગાવવા માંગે છે. મોંઘી કાર, શરાબ અને સિગરેટ સહિતની વસ્તુઓ તેઓ સસ્તી કરવા માંગે છે. આ કેવા બુદ્ધિજીવીઓ છે, આતો ગરીબ વિરોધી વિચારો કહેવાય
  • મેં કટકી બંધ કરાવી એટલે કોંગ્રેસ મોદીની બૂમો પાડે છે
  • વિકાસની વાત મોરબી સમજી શકે છે
  • જે લોકોએ જનતાનું બધું લૂંટ્યું છે તેમની પાસેથી બધુ બહાર કઢાવીને હું ગરીબોને તેમનો હક્ક અપાવીને જ રહીશ
  • પહેલીવાર અવસર આવ્યો છે કે દિલ્હીમાં પણ તમારો જણ બેઠો છે
  • ગુજરાતના બે હાથમાં લાડુ છે અને પાંચેય આંગળીઓ ઘીમાં છે આવો અવસર પ્રથમવાર આવ્યો છે
  • આજે ઘણાં લોકો એવા છે કે જે જનતાને ગેરમાર્ગે દોરવા નીકળ્યાં છે તે લોકો જીએસટીને લઈને પોતાના સ્ટુપીડ વિચારો લઈને નીકળ્યા છે
  • મેં સોનીયાજી અને તેમની સરકાર સામે બાથ ભીડી હતી
  • વિકાસ માટે વોટ આપવા જનતાને વડાપ્રધાન મોદીએ કરી અપીલ