પ્રદૂષણ નિવારવા રિવરફ્રન્ટ પર પ્લાસ્ટીક બોટલોનું રીસાયકલિંગ કરતું મશીન મૂકાયું

અમદાવાદ- ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા અમૂલે, રિલાયન્સના સહયોગથી રિવરફ્રન્ટ પાર્લર, અમદાવાદ ખાતે રિવર્સ વેન્ડીંગ મશીન ગોઠવ્યું છે. આ મશીનનુ ઉદઘાટન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવા ઉપરાંત આ મશીનના કારણે ગ્રાહકોમાં પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ નિવારવા અંગે જાગૃતિ પેદા થશે.

આ મશીન પેટ બોટલ્સને તુરત જ કચડી નાખવાની (crushing) ક્ષમતા ધરાવે છે, જેનાથી ગ્રાહકો માટે પેટ બોટલ્સનુ રિસાયકલીંગ કરવાનું સરળ અને સુગમ બને છે. પ્લાસ્ટીકને કચડી નાંખ્યા પછી બનાવેલા ગ્રેન્યુઅલ્સને રિસાયકલ કરીને ટી-શર્ટ, જેકેટ, બેગ વગેરે મૂલ્યવર્ધિત ચીજો બનાવી શકાય છે.

અમૂલ રિલાયન્સ સાથે મળીને અમદાવાદમાં વિવિધ સ્થળે આ પ્રકારનાં મશીન મૂકવાનું આયોજન ધરાવે છે.