ગોંડલવાસીઓને ઉનાળામાં મળશે પૂરતું પાણી, પહોંચ્યાં નર્મદા નીર

ગોંડલઃ દર વર્ષે ઉનાળો આવતા જ પાણીની સમસ્યાઓ રાજ્યમાં અનેક જગ્યાએ સર્જાતી હોય છે. ત્યારે આ વર્ષે ઉનાળામાં પાણીની સર્જાતી અછતને પહોંચી વળવા માટે ધારાસભ્ય ગોંડલમાં ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાન વિજય રુપાણીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મામલે સકારાત્મક વલણ દાખવીને ત્રંબાથી ગોંડલ તાલુકાના શેમળી ગામની નદી સુધી સૌની યોજના ફેઝ 3 ની પાઈપલાઈન ફીટ કરવામાં આવી છે. હવે જ્યારે આ પાઈપ લાઈન દ્વારા નર્મદાના નીર ગોંડલના વેરી તળાવે આવી પહોંચશે ત્યારે લોકોને પાણીની સમસ્યાથી છૂટકારો મળશે.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે’નર્મદાના નીર વેરી તળાવે પહોંચતા ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે અને આ અંગે સર્વેને તાકીદ કરવામાં આવે છે કે, અરડોઈથી ગોંડલ વેરી તળાવ વિસ્તાર દરમિયાનજો કોઈપણ દ્વારા પાણી ચોરી કરવામાં આવશે તો તેવા શખ્સો વિરુદ્ધ ફોજદારી રહે કડક કાર્યવાહી કરવામાં આવશે.પાણી પુરવઠા બોર્ડ, પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પાણી ચોરી અંગે સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીરનું આગમન થતાં આગામી દિવસોમાં જ વેરી તળાવ ઓવરફ્લો થનાર છે.

જે પાણી આશાપુરા ડેમ, સેતુબંધ ડેમમાં ઓવરફ્લો થઈ ગોંડલી નદીમાં વહેતુ થશે. તેમજ વેરી તળાવથી ગોંડલી નદીમાંથી પાણી ચોરી અંગે જયરાજસિંહ જાડેજાએ કડક પગાલ લેવા કહ્યું છે.કોઈ પણ ભોગે પાણી ચોરોને સાંખી લેવામાં આવશે નહીં તેવો હુંકાર પણ કર્યો હતો.’