નવી દવાઓના સંશોધન પાછળ ગંજાવર ખર્ચના બદલે છે તે અપગ્રેડ કરોઃ નિષ્ણાતો

અમદાવાદઃ નવી નવી દવાઓના સંશોધન માટે અબજો રુપિયાનો ખર્ચ જે દવાઓ ઉપલબ્ધ છે તેમાં વધુ સુધારાવધારા કરી અપગ્રેડ કરવાની દવાઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ સંલગ્ન કોલેજોના પ્રોફેસરોને દુનિયાભરના લેટેસ્ટ ટ્રેન્ડ અને જાણકારીથી અપડેટ અને અપગ્રેડ કરવા મોટાપાયે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામો હાથ ધરવામાં આવ્યાં છે જેમાં ફાર્મસીના પ્રાધ્યાપકો માટે ડ્રગ ડિસ્કવરીના ક્ષેત્રમાં સ્પેક્ટ્રોસ્કોપી એનાલિસિસ વિશે નિષ્ણાતોનું માર્ગદર્શન સમયે આમ જણાવવામાં આવ્યું હતું.એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય ડૉ. સતીશ ગાભેએ 25 કોલેજોના પ્રોફેસરોને વધુમાં એવી સલાહ આપી હતી કે તમારા જ્ઞાન ને અપડેટ અને અપગ્રેડ કરીને વિદ્યાર્થીઓને ભણાવશો તો તેઓના સ્તરમાં અનેકગણો ફાયદો થશે. તેમણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી (એન.એમ.આર) અને માસ સ્પેક્ટ્રોસ્કોપી વિશે વિગતવાર છણાવટ કરી હતી. તેમણે ડ્રગ ડીસ્કવરી બાબતના રિસર્ચ વિશે ના નવા પ્રવાહો અંગે અનેક રસપ્રદ ટેકનિકલ જાણકારી આપી હતી.

એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય નાગેશ નંદાએ ભારતમાં ડ્રગ ડિસ્કવરીની પરિસ્થિતિ જણાવતાં કહ્યું હતું કે એક નવી દવા શોધવાની હોય તો તેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં લગભગ 15 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. આટલો ખર્ચ અને સમય વિતાવ્યા પછી બીમારીની સારવારની સંભાવના જ રહે છે. આ ક્ષેત્રમાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિકોને અતિશય બુદ્ધિશાળી ગણવામાં આવે છે. પરંતુ તેઓની સૌથી મોટી સમસ્યા સંશોધનોની પાછળ થતા મૂડીરોકાણની છે. આ સમસ્યા હલ કરવી હોય તો તેમાં નવો વિકલ્પ એ છે કે આપણી પાસે વિવિધ બીમારીઓની સારવાર માટે ઉપલબ્ધ દવાઓમાં જ સુધારા-વધારા કરવામાં આવે. અમેરિકાએ બાયોસિમીલર દવાઓ શોધી કાઢવા માટે એક્શન પ્લાન જાહેર કર્યો છે.